Not Set/ #JammuKashmir/ છેલ્લા 24 કલાકમાં બડગામમાં CRPF પર આતંકીઓએ કર્યો બીજો હુમલો

આતંકવાદીઓએ 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો છે. મંગળવારે બડગામમાં ફરીથી ગ્રેનેડ હુમલો થયો છે, જેમાં આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનાં (સીઆરપીએફ) જવાનોને ઘણું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. બડગામ પોલીસ વતી કહેવામાં આવ્યું છે કે આતંકીઓએ પાખેરપોરા માર્કેટમાં ગ્રેનેડ ફેંક્યો છે, જેમાં બે નાગરિકોને સહેજ ઈજા પહોંચી છે. સીઆરપીએફ જવાન ઘાયલ થયાના […]

India

આતંકવાદીઓએ 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને નિશાનો બનાવવાનો પ્રયાસ કર્યો છે. મંગળવારે બડગામમાં ફરીથી ગ્રેનેડ હુમલો થયો છે, જેમાં આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનાં (સીઆરપીએફ) જવાનોને ઘણું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. બડગામ પોલીસ વતી કહેવામાં આવ્યું છે કે આતંકીઓએ પાખેરપોરા માર્કેટમાં ગ્રેનેડ ફેંક્યો છે, જેમાં બે નાગરિકોને સહેજ ઈજા પહોંચી છે. સીઆરપીએફ જવાન ઘાયલ થયાના સમાચાર પણ છે પરંતુ પોલીસ દ્વારા તેની પુષ્ટિ થઈ નથી.

બડગામમાં સોમવારે સાંજે પણ આતંકવાદીઓ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફનાં ત્રણ જવાન શહીદ થયા હતા. બડગામમાં સોમવારે થયેલા હુમલામાં સુરક્ષાદળોને 14 વર્ષનાં બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને બાજુથી ફાયરિંગમાં આ બાળક ઝપટમાં આવી ગયુ હતુ. સીઆરપીએફનાં પ્રવક્તાએ કહ્યું કે, “આ હુમલામાં 92 મી બટાલિયનનાં ત્રણ સૈનિકો મૃત્યુ પામ્યા છે.” જવાનોની ઓળખ કરવામાં આવી છે, તેમાંથી એક ઉત્તર પ્રદેશનાં અશ્વની કુમાર અને બિહારનાં ઔરંગાબાદથી સી.ચંદ્રશેખર અને સંતોષ કુમાર છે.

સીઆરપીએફનાં વિશેષ ડીજી ઝુલ્ફીકાર હુસેન અનુસાર, આતંકીઓએ કુપવાડા જિલ્લાનાં હંદવાડામાં આવતા કાજિયાબાદનાં વનગામ ખાતે સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા. છેલ્લા એક મહિનાની અંદર સોમવારે સીઆરપીએફને મોટું નુકસાન થયું છે. અગાઉ સોપોરમાં પણ આ જ પ્રકારનો આતંકી હુમલો થયો હતો જેમાં ત્રણ સૈનિકો શહીદ થયા હતા. હંદવાડામાં શનિવારનાં એન્કાઉન્ટર પછી 24 કલાકની અંદર બે ગ્રેનેડ હુમલા થયા છે. હંદવાડા એન્કાઉન્ટરમાં સેનાએ કર્નલ અને મેજરનાં રેન્ક ઉપરાંત વધુ બે જવાનોને ગુમાવ્યા હતા અને તેમાં જમ્મુ-કાશ્મીર પોલીસનાં સબ ઇન્સ્પેક્ટર પણ શહીદ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.