Gandhinagar News/ નો-એન્ટ્રીમાં તસ્કરોની એન્ટ્રી, રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સમાંથી બે બાઈકની ચોરી

તસ્કરો દ્વારા ગાંધીનગર રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ, જે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ છે, તેના પાર્કિંગમાંથી બે મોટરસાયકલની ચોરીથી ખળભળાટ મચી ગયો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
ગુજરાત રાજભવન મા તસ્કરો એ કરી ચોરી

Gandhinagar News: ગાંધીનગર માં થોડા સમયથી વાહન ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે તસ્કરો હવે નો-એન્ટ્રી ઝોનને નિશાન બનાવી રહ્યા છે.પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ આવેલા રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સમાંથી બે મોટરસાયકલની ચોરીથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

રાજધાની ગાંધીનગર માં તસ્કરો દ્વારા ચોરી

વાહન ચોરી ની વધતી ઘટનાઓ વચ્ચે,તસ્કરોએ હવે નો-એન્ટ્રી વિસ્તારને નિશાન બનાવ્યો છે. ગાંધીનગરમાં વાહન ચોરી સતત વધી રહી છે, અને તસ્કરોએ હવે શહેરના સૌથી સુરક્ષિત વિસ્તારને નિશાન બનાવ્યો છે, જેના કારણે પોલીસ ચિંતિત છે.રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ, જે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા કડક સુરક્ષા હેઠળ છે,તેના પાર્કિંગમાંથી બે મોટરસાયકલની ચોરીથી ખળભળાટ મચી ગયો છે. સેક્ટર 19 માં રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સના BCHH-2/204 માં રહેતા અને સેક્ટર 26 GIDC માં ખાનગી કર્મચારીએ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં આ બેવડી ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.

ખાનગી કર્મચારીએ 29 નવેમ્બરની સવારે તેમના ક્વાર્ટર્સ નીચે પાર્કિંગમાં તેમની ₹25,000 ની હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક લોક કરી હતી. બાદમાં તેઓ પાવાગઢ ગયા હતા, જ્યાં તેઓ 30 નવેમ્બરની સવારે લગભગ 2:30 વાગ્યે પાછા ફર્યા હતા. તેમની બાઇક હજુ પણ ત્યાં હતી.જોકે, જ્યારે તેઓ બીજા દિવસે સવારે અમદાવાદ જવા માટે પાછા ફર્યા ત્યારે પાર્કિંગમાંથી બાઇક ગાયબ હતી. તેમણે આસપાસ શોધખોળ કરી પણ તે મળી નહીં. તે જ સાંજે, તેમના પાડોશી, દીપક સિંહ દિલીપ સિંહ બિષ્ટ, જે તે જ બ્લોકમાં રહે છે, પણ નીચે આવ્યા અને તેમને ખબર પડી કે તેમની બાઇક પણ ચોરાઈ ગઈ છે. તેમણે શ્યામભાઈની બાઇકની બાજુમાં તેમની ₹12,000 ની બાઇક પાર્ક કરી હતી, તેને લોક કરી દીધી હતી.

આમ, તસ્કરોએ સાધન અથવા ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને બંને બાઇક એક સાથે ચોરી કરી હતી. જો તસ્કરો ખૂબ જ સુરક્ષિત રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સમાંથી કોઈપણ ખચકાટ વિના ચોરી કરી શકે છે, તો તે રહેણાંક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હાલમાં, સેક્ટર 21 પોલીસે આ સંદર્ભે કેસ નોંધ્યો છે અને ચોરાયેલા વાહનો શોધવા માટે દોડધામ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગરમાં થશે આઝાદી પછીનું સૌથી મોટું ખેડૂત આંદોલન

આ પણ વાંચો:ગાંધીનગર અડાલજમાં દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ

આ પણ વાંચો:ગાંધીનગર :સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવ્યું