રિપોર્ટર@ વૈશાલી કગરાણા, માંગરોળ, જુનાગઢ
જૂનાગઢ જિલ્લા ના વિસાવદર શહેરની ગૌચરની જમીન પર પેશકદમી કરનાર ત્રણ ખેડૂતો સામે મહેસુલ તંત્ર દ્વારા લેન્ડગ્રેબીંગ મુજબ ફોજદારી ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક દ્વારા આ અંગે લેન્ડગ્રેબીંગ મુજબની અરજી કરવામાં આવી હતી. આ અંગેનો કેસ જીલ્લા લેન્ડગ્રેબીંનગમાં તા. ૩ પ્રોહિબીશન કમિટીમાં ચાલી જતા વિવિધ પુરાવાઓ અને સ્થાનિક અધિકારીના રિપોર્ટના આધારે જીલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા ગૌચરની જમીન પર પેશકદમી કરનાર શખ્સો સામે ઇન્ચાર્જ મામલતદારને વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો હુકમ કરતા ઈન્ચાર્જ મામલતદારે આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે કાર્યકારી મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતાં હડકંપ, મચી ગયો હતો અન્ય મોટાં ભૂમાફિયાઓ સામે પણ કાર્યવાહીની લોકમાંગ ઉઠી છે. ત્યારે વિસાવદરના સરકારી ગૌચરના રેવન્યુ સર્વે નંબર ૨૮૦ની હે.૧૩-૯૬- ૧૭ પૈકીની અનુક્રમે હૈ.૦૬૩-૮૪, હે.૦ ૯૩-૦૮, હે.૨.૦૩-૦૫ વાળી જમીનમાં અનઅધિકૃત કબ્જો કરવામાં આવેલો છે. ગૌચરની જમીન પર થયેલી પેશકદમી ખાલી કરાવવા માટે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક અરજદાર દ્વારા લડત કરવામાં આવી રહી હતી. અરજદાર દ્વારા લેન્ડગ્રેબીંગ માટેની કાર્યવાહી કરવા કલેકટરને અરજી કરી હતી. જે અરજીને ધ્યાને લઈ લેન્ડગ્રેબીંગની વિવિધ જોગવાઈ મુજબ જીલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજુ થયેલા પ્રાથમિક તપાસ અહેવાલ અન્વયે એફઆઈઆર દાખલ કરવાની સમિતિમાં સર્વાનુમતે નક્કી થયેલ હતી. લેન્ડગ્રેબીંગ પ્રોહિબીશન કમિટીના આદેશ મુજબ વિસાવદર મામલતદાર દ્વારા ગૌચરની જમીન પર પેશકદમી કરનાર ખેડૂત ભીખાભાઈ માધાભાઈ રાખોલીયા, મનસુખભાઈ વલ્લભભાઈ રાખોલીયા અને ભીખુભાઈ રવજીભાઈ અમીપરા વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગ મુજબ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વિસાવદર મામલતદાર તા.30-6-23ના વય મર્યાદાના કારણે નિવૃત થતા આ કામગીરી ટલ્લે ચડી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, આજે ઈન્ચાર્જ મામલતદાર દ્વારા લેન્ડગ્રેબીંગ પ્રોહિબીશન કમિટીના અધ્યક્ષ કલેકટરના આદેશ મુજબ ત્રણેય ખેડૂતો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
મામલતદારની ફરિયાદના આધારે વિસાવદર પોલીસમાં ગુનો દાખલ થયા બાદ તેની તપાસ DySP ને સોંપવામાં આવી હતી. ત્યારે યોગ્ય તપાસ કરી જૂનાગઢ ડીવાયએસપી દ્વારા કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિસાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક ગૌચરની જમીનો, સરકારી ખરાબાઓ પર ખુબ મોટા દબાણો અને પેશકદમી થઈ ગઈ છે. વિસાવદર શહેરની ગૌચરની જમીન પર પેશકદમી મુદ્દે લેન્ડગ્રેબીંગ મુજબ ગુનો દાખલ થતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્ર દ્વારા સરકારી ગૌચર અને ખરાબાઓ સહિતની જમીનો પર પેશકદમી કરનાર સામાન્ય લોકોની જેમ જ મોટા માથાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગૌપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
