Not Set/ રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ જાહેર કરી,જાણો સમગ્ર વિગત

રાજ્ય સરકારે અનુસુચિત જાતિના વિધાર્થીઓને સ્કોલરશીપ ચુકવાનો મોટો નિર્ણય લીધો છે જના લીધે વિધાર્થીઓમાં ભારે ખુશી જોવા મળી હતી

Top Stories Gujarat

રાજ્ય સરકારે અનુસુચિત જાતિના વિધાર્થીઓને સ્કોલરશીપ ચુકવાનો મોટો નિર્ણય લીધો છે જના લીધે વિધાર્થીઓમાં ભારે ખુશી જોવા મળી હતી,સરકારે આ નિર્ણયથી અનુસુચિત વિધાર્થીઓને લાભ થશે. નોન FRC કોર્ષ માં ભણતા તમામ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર ચૂકવી આપશે તે મુજબની જાહેરાત કરવામાં આવી હતી.   આ સ્કોલરશીપ મળે તે હેતુથી ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર સામે રજૂઆત અને આંદોલનની ચીમકી પણ આપી હતી.

 

 

ગુજરાતમાં ખાનગી કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અને ફ્રીશીપ કાર્ડ બંધ થવાથી 6 થી 7 હજાર વિદ્યાર્થીઓનું શિક્ષણ એકદમ અધવચ્ચે જ અટકી જતું હતું દર વર્ષે 2 હજાર વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થઈ જવાના ભયને કારણે ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા વિધાનસભામાં પણ અસરકારક રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ જ હકારાત્મક પ્રતિભાવ પણ આપેલ ન હતો.

આ બાબતે ગુજરાતમાં જનજાગૃતિ લાવી આગામી સમયમાં મહાઆંદોલન થકી ગુજરાત સરકારને દલિત શક્તિની તાકાત બતાવવા ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા સમગ્ર ગુજરાતમાં આંદોલનની ચીમકી પણ અપાઈ હતી. જેના ભાગ રૂપે અનેક જિલ્લાઓમાં આવેદનપત્રો અપાયા હતા.

નૌશાદ સોલંકી દ્વારા 1 માર્ચ 2022 ના રોજ સાબરમતીથી સચિવાલય દલિત અધિકાર યાત્રા અને 2 માર્ચ, વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભાનો ઘેરાવ કાર્યક્રમ આપ્યો હતો. આથી સમગ્ર ગુજરાતમાં આંદોલનની હવા પ્રબળ બનતા સરકાર ઉપર ખૂબ જ દબાણ ઉભુ થયું હતું. અને આજે સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી પ્રદીપભાઈ પરમાર દ્વારા તાત્કાલિક પરિપત્ર કરી નોન FRC કોર્ષ માં ભણતા તમામ અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ સરકાર ચૂકવી આપશે તે મુજબની જાહેરાત કરવામાં આવી હતી.