છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નકલી પોલીસનો આતંક ધીમે ધીમે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આરોપી પોલીસની ઓળખ આપીને સામાન્ય લોકોને ટાર્ગેટ કરતો હતો. હાલ બાપુનગર પોલીસે નકલી પોલીસની ધરપકડ કરીને તપાસ તેજ કરી છે.

બે દિવસ અગાઉ જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું કહીને એક આરોપીએ ધંધો કરવો હશે તો રૂપિયા આપવા પડશે એમ કહીને ઉઘરાવ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ હવે બાપુનગરમાં મટન લઈને ઘરે જઈ રહેલા દંપતીને ડરાવી ધમકાવી પોલીસની ઓળખ આપીને એક ઈસમે રૂપિયા પાંચ હજાર પડાવી લેતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. આરોપી ઇમરાન અલી અરમાન અલી સૈયદ ધરપકડ કરી છે. આરોપી વટવાનો હોવાનું સામે આવ્યું છે.

અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ વાઘેલા અને તેમની પત્ની ગઈકાલે બપોરે મચ્છી માર્કેટ માંથી મટન લઈનેેેે ઘરે જઈ રહ્યા હતા. તેે દરમિયાન ગરીબ નગર ચાર રસ્તા મોટરસાયકલ લઇને એક વ્યક્તિ તેની પાછળ આવ્યો હતો. અને તેમની એક્ટિવા સાઈડમાં કરાવી. પોતે પોલીસ તરીકેની ઓળખ આપી હતી. અને તેની પત્નીની હાથમાં રહેલ પ્લાસ્ટિકની બેગ ખોલાવીને કહ્યું હતું કે તમે આ રીતે મટન લઈ જઈ શકો નહીં, તમારા બંને પર કેસ થઈ શકે છે અને 6 મહિનાની જેલ થઇ શકે છે. હું મારા સાહેબ ને બોલાવું છું લેડીઝ પોલીસ બોલાવીને તમને બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈશ. જેલમાં પુરાવી દઇશ તેમ કહીને ખર્ચા પાણી પેટે ફરિયાદીનાં ખિસ્સામાં રહેલ રૂપિયા એક હજાર પડાવી લીધા હતા.

ફરિયાદીનાં એકટીવાની ડેકી તપાસી હતી. ફરિયાદીનાં ખિસ્સામાં રહેલ એટીએમ કાર્ડ જોઈ જતા આરોપીએ નજીકમાં આવેલ એટીએમ સેન્ટર પરથી તેમાંથી રૂપિયા 4,000 પણ ઉપાડી લીધા હતા. બાદમાં આ ઈસમ ત્યાંથી નીકળી ગયો હતો. અને ફરિયાદી ગભરાઈ ગયા હોવાથી ઘરે પહોચી ગયા હતા. બાદ માં પોલીસને જાણ કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
