Gandhinagar News/ ૫૧ શક્તિપીઠના “હ્યદય” અંબાજીના વિશ્વસ્તરીય ડેવલપમેન્ટ માટે સરકારનો અડગ નિર્ધાર છે :- મંત્રી ઋષિકેશ પટેલ

અંબાજી મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો અંદાજીત ₹.૧૨૦૦ કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News  : આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી અને આસપાસના યાત્રાધામના વિકાસ માટે અત્યારસુધીમાં બે T.P. સ્કીમ અમલી કરાઇ છે. અંબાજી મંદિર અને તેની આજુબાજુના વિસ્તારની આશરે ૬.૦૭ હેકટરની નગર રચના યોજના નં. ૧ (અંબાજી) વર્ષ -૧૯૮૩ થી અમલી છે.
નગર રચના યોજના નં. ૧ (અંબાજી) માં મુળખંડોની કિંમતની સામે ફાળવવામાં આવેલ અંતિમખંડોની કિંમતમાં આવતા તફાવત વળતર તરીકે આપવામાં આવ્યાં છે.

ટી.પી.-૧ ની લાગુમાં ૨.૮૭ હેકટરની નગર રચના યોજના નં. ૨ (અંબાજી) બનાવવામાં આવી અને વર્ષ – ૧૯૯૭ થી ટી.પી. સ્કીમ નં.-૨ અમલી છે.
જેમાં કુલ ૫૩ મુળખંડ(Original Plot) તથા ૭૪ અંતિમખંડો (Final Plot)નો સમાવેશ થાય છે.

ટી.પી. સ્કીમ – ૧ તથા ૨ ની બહાર “વિકાસ યોજના” માં આવેલ સરકારી જમીનમાં દબાણ અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર, ગબ્બર ડુંગર મંદિર અને ૫૧ શકિતપીઠોને જોડતા શકિત કોરીડોરમાં આવતી મોજે અંબાજી રે.સ.નં. ૮ પૈકી વાળી સરકારી જમીનમાં ખાનગી ઇસમો દ્વારા બિનઅધિકૃત બાંઘકામો કરવામાં આવ્યા હતા

આ જમીનમાંથી લેન્ડ રેવન્યૂ કોડ, ૧૮૭૯ની કલમ–૬૧ હેઠળ પ્રાંત અધિકારીશ્રી, દાંતા ધ્વારા દબાણ દૂર કરાયા છે.આ જમીનમાં કુલ ૭૯ દબાણો (કાચા-પાક્કા) દૂર કરવામાં આવ્યા છે.આ બાબતે નામદાર હાઈકોર્ટ સમક્ષ ખાસ દિવાની અરજીથી દબાણો દૂર કરવાથી થયેલ અસરગ્રસ્તો ઘ્વારા દાવા દાખલ કરાયા જેના સંદર્ભે નામદાર હાઈકોર્ટ દ્વારા તા.૨૯.૦૧.૨૦૨૫ ના કોમન ઓરલ ઓર્ડરથી વાદીશ્રીઓની દબાણ દૂર ના કરવાની માંગણી ગ્રાહ્ય રાખી નથી.

મંત્રી ઋષિકેશ પટેલે, અંબાજી યાત્રાધામ ડેવલપમેન્ટ પ્રોજેકટ સંદર્ભે વિગતો આપતા જણાવ્યું હતું કે, અંબાજી માતા મંદિરથી ગબ્બર ટેકરી સુધીના વિસ્તારનો અંદાજીત ₹૧૧૯૧ કરોડના પ્રોજેક્ટથી વિસ્તૃત વિકાસ કરવામાં આવનાર છે.

* પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે બનાવેલ વિકાસ યોજના આધ્યાત્મિકતાને આધુનિક માળખાગત સુવિધાઓ સાથે જોડશે અને આસપાસના પર્યાવરણનું રક્ષણ પણ કરાશે.

* ગબ્બર ટેકરી પરના જ્યોત અને મંદિરના વિશા યંત્ર વચ્ચે એક સરળ જોડાણ બનશે.

* ચાચર ચોક અને ગબ્બર મંદિરનો વિકાસ અર્થે કલાત્મક શિલ્પ અને ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લેથી સમૃદ્ધ સ્થાનિક સંસ્કૃતિ અને ઇતિહાસને પ્રતિબિંબિત કરાશે. સાથોસાથ, સાંસ્કૃતિક અને સામુદાયિક કાર્યક્રમો માટે સુવિધાઓ આપવામાં આવશે.

* મંદિર પરિસરથી ગબ્બર ટેકરી સુધીનો પગપાળા જનાર યાત્રાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે અને તેમને આરામ કરવા માટેના સ્થળો સ્પષ્ટ સાઇનબોર્ડ સાથે પર્યાવરણને અનુકૂળ વોકવે બનાવવામાં આવશે.

* દિવ્ય દર્શની ચોક નાં વિકાસ નાં ભાગરૂપે સુંદર ડિઝાઇન નાં લોકોના આમોદ પ્રમોદ માટે જગ્યાનાં વિકાસ કરવામાં આવશે, જેમાં બેઠક વ્યવસ્થા, હરિયાળી અને માહિતી માટેના કિઓસ્ક હશે. તેમાં સ્થાનિક વિક્રેતાઓ માટે જગ્યાઓ પણ સુનિશ્ચિત કરાશે.

* સતી સરોવર અને સતી ઘાટને લેન્ડસ્કેપ બગીચાઓથી અને ધાર્મિક વિધિઓ માટે પર્યાવરણને અનુકૂળ વિકસાવવામાં આવશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી માત્ર ગુજરાત પર્યટન જ નહીં, પણ આવનારી પેઢીઓ માટે આધ્યાત્મિક સ્થળ તરીકે અંબાજીનું મહત્વ પણ વધશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખાણ-ખનીજ વિભાગની કામગીરી મુદ્દે ગૃહમાં મેવાણીએ ઉઠાવ્યા પ્રશ્નો

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, ‘વનતારા’ની અને સાસણગીરની લેશે મુલાકાત

આ પણ વાંચો:ગુજરાત સરકારે સ્વીકાર્યુ, 1.45 લાખ સાયકલ વિદ્યાર્થીનીઓને વહેંચી ન શકાઈ