Gandhinagar : ‘અમૃત 2.0 મિશન’ અંતર્ગત સુરત શહેરમાં થયેલી કામગીરી અંગે ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા ‘અમૃત 2.0 મિશન’ તા. 1 ઓક્ટોબર 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાજ્યમાં રૂ. 17,717 કરોડની રકમના કુલ 922 કામો હાથ ધરવામાં આવ્યા છે.
મંત્રીએ કહ્યું કે, સુરત શહેરમાં ‘અમૃત 2.0 મિશન’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં કુલ રૂ. 4006.75 કરોડની રકમના 27 કામો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ. 343.91 કરોડની રકમનું 01 કામ ડી.પી.આર. મંજૂરીના તેમજ રૂ. 2613.50 કરોડની રકમના 04 કામો માટે ટેન્ડર મંજૂરીના તબક્કે છે. ઉપરાંત રૂ. 1024.08 કરોડની રકમના 19 કામો પ્રગતિ હેઠળ છે તથા રૂ. 25.26 કરોડની રકમના 03 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
વધુ સંક્ષિપ્ત માહિતી આપતા મંત્રીએ કહ્યું કે, ‘અમૃત 2.0 યોજના’ હેઠળ સુરત શહેરમાં પાણી પુરવઠા, ગટર વ્યવસ્થાપન, બાગ-બગીચા અને તળાવોના નવીનીકરણના કુલ 27 કામો કરવામાં આવ્યા છે. જેમાં પાણી પુરવઠાના રૂ. 996 કરોડના 8 કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ. 2986 કરોડના 13 કામો, તળાવ નવીનીકરણના રૂ. 24 કરોડના 5 કામો તેમજ બાગ-બગીચાના રૂ. 1 કરોડના 1 કામ હાથ ધરવામાં આવ્યા છે.
‘અમૃત 2.0 મિશન’ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાની કામગીરી વિશે માહિતી આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષમાં રૂ. 415.23 કરોડના કુલ 32 કામો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ.171.89 કરોડના કુલ 19 કામો પૂર્ણ થયા છે અને રૂ. 243.34 કરોડની રકમના 13 કામો પ્રગતિ હેઠળ છે. જેમાં પાણી પુરવઠાના રૂ. 141 કરોડના 11 કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના રૂ. 243 કરોડના 17 કામો, તળાવ નવીનીકરણના રૂ. 31 કરોડના 4 કામો એમ રૂ. 415 કરોડના કુલ 32 કામ હાથ ધરવામાં આવ્યા છે, એમ મંત્રીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ
આ પણ વાંચો:અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ
આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી
