Bhavnagar News/ સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતી પાલીતાણા નગરપાલિકા

પાલીતાણાના કોર્ટ રોડ પર આવેલ શાળા તેમજ રૂરલ પોલીસ સ્ટેશન તેમજ કોર્ટ સહિતના એકમો આવેલ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે એજ વિસ્તારમાં ગંદકી કચરાના કારણે લોકોના આરોગ્ય પર મોટી અસર પડી રહી છે

Gujarat Others

Bhavnagar News: ભાવનગર જિલ્લાની પાલીતાણા નગરપાલિકાની ઘોરબેદારકારીના કારણે પાલીતાણાના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે પાલીતાણાના કોર્ટ રોડ પર આવેલ શાળા તેમજ રૂરલ પોલીસ સ્ટેશન તેમજ કોર્ટ સહિતના એકમો આવેલ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે એજ વિસ્તારમાં ગંદકી કચરાના કારણે લોકોના આરોગ્ય પર મોટી અસર પડી રહી છે લોકો દ્વારા અનેકવાર  રજુઆત છતાં નિર્ભર નગરપાલિકા તંત્ર ગંદકી કચરો ઉપાડવા માં નિષ્ફળ નીવડી છે તાકીદે ગંદકી કચરો સાફ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

આમ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વચ્છતા જળવાઈ રહે પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનના પાલીતાણા નગરપાલિકા લીરે લીરા ઉડાડતું હોય તેવા દ્રશ્યો વોર્ડ નંબર ત્રણમાંથી સામે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 3 માં આવેલ મુખ્ય માર્ગ હોય કે વિસ્તારો હોય આ તમામ જગ્યાઓ ઉપર ગંદકી અને કચરાએ માઝા મૂકી છે જેના કારણે આ વિસ્તારમાં રહેતા રહીશોના આરોગ્ય ઉપર ચોક્કસથી ટોળાતું જોખમ જોવા મળી રહ્યું છે પરંતુ અંધેર નગરી અને ગંદુ રાજા જેવી સ્થિતિ નગરપાલિકાની થઈ જતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કર્મચારીઓ અને અધિકારીઓને લોકોના સ્વસ્થની કશું પડી નથી જેના કારણે પાલીતાણા ની આમ જનતા અને કચરાના કારણે રોજબરોજ માંદગીના બિછાને જોવા મળી રહી છે.

આ વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓમાં 900 થી વધારે નાના બાળકો અભ્યાસ કરવા આવે છે પરંતુ અભ્યાસ ની સાથે સાથે ગંદકી અને કચરાનું જ્ઞાન અને  માંદગી લઈ ને ઘરે જતા રહે છે પરંતુ આ નિર્ભર નગરપાલિકા તંત્ર ના પેટનું પાણી નથી હલતું જેના કારણે ચોક્કસથી આ વિસ્તારના રહીશો મુશ્કેલીમાં મૂકવાના છે વોર્ડ નંબર ત્રણ ના રહીશો રામ ભરોસે હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે તાલીબાની સજા આ વોર્ડ નંબર ત્રણમાં ગંદકી અને કચરોના કારણે લોકોને મળતી હોય તેવા દ્રશ્યોના કારણે ચોક્કસથી લોકોને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

જાહેરમાં કચરો અને ગંદકીના કારણે વોર્ડ નંબર 3 વિસ્તાર લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જોકે આ મામલે નગરપાલિકાના ઉપ પ્રમુખ એ જણાવ્યું હતું કે તમારા મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં અત્યત કચરાનું સામ્રાજ્ય છે તેવું જાણવા મળ્યું છે અને સાથે જ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને કડક સૂચના આપવામાં આવી છે આ વિસ્તારમાંથી કચરોની સફાઈ કરવામાં આવશે સાથે જ પાલીતાણા નગરપાલિકામાં 9 વોર્ડમાં નવા 9 ડોર ટુ ડોર વાહનોની પણ મંજૂરી મળી ગઈ છે એટલે આગામી પહેલી તારીખ સુધીમાં પાલીતાણા શહેરના તમામ વોર્ડમાં નિયમિત રીત કચરો ઉપાડવામાં આવશે તેવી બહેનરી નગરપાલિકાના ઉપપ્રમુખે આપી છે પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે શું ખરા અર્થમાં નગરપાલિકા તંત્ર સફાઈની કામગીરી કરાવશે કે પછી પાલીતાણા વાસીઓને ગંદકી એના કચરા વચ્ચે જીવવું પડશે પરંતુ હાલ તો પાલીતાણા નગરપાલિકા વિસ્તારમાં ગંદકી અને કચરાનું સામ્રાજ્ય જામ્યું છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સંસ્કારી નગરીમાં શૌચાલયો બન્યા “દારૂ બાર, સ્માર્ટસિટીના દાવાને લાગ્યો ગંદકીનો ડાઘ

આ પણ વાંચો:સુરતની સ્વચ્છતાની વાસ્તવિકતા, એવોર્ડની ચમક વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય

આ પણ વાંચો:સમોસામાંથી શેવિંગ બ્લેડનો ટુકડો મળ્યો… મસાલામાં ગંદકી જોઈને ગ્રાહક ચોંકી ગયો