Not Set/ સુરતમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ૨૦૦ ટન વૃક્ષના લાકડાને સ્મશાનમાં અપાશે

સુરતમાં વાવાઝોડાને કારણે 300થી વધારે વૃક્ષો ધરાશાયી થતા આ વૃક્ષનાં લાકડા વેચી દેવાને બદલે વિવિધ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાનું પાલિકાએ નક્કી કર્યું છે. 300 વૃક્ષોમાંથી લગભગ 200 ટન લાકડું ભેગું થયું છે. હવે પડેલા એક વૃક્ષની સામે ત્રણ વૃક્ષ ઉગાડવાનો પણ પાલિકાએ નિર્ણય કર્યો છે.શહેરમાં તાઉતે વાવાઝોડાના લીધે ધરાશાયી થયેલાં 300 જેટલાં વૃક્ષના લાકડાનો […]

Gujarat Surat
IMG 20210518 WA0118 સુરતમાં વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ૨૦૦ ટન વૃક્ષના લાકડાને સ્મશાનમાં અપાશે
સુરતમાં વાવાઝોડાને કારણે 300થી વધારે વૃક્ષો ધરાશાયી થતા આ વૃક્ષનાં લાકડા વેચી દેવાને બદલે વિવિધ સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે ઉપયોગમાં લેવાનું પાલિકાએ નક્કી કર્યું છે. 300 વૃક્ષોમાંથી લગભગ 200 ટન લાકડું ભેગું થયું છે. હવે પડેલા એક વૃક્ષની સામે ત્રણ વૃક્ષ ઉગાડવાનો પણ પાલિકાએ નિર્ણય કર્યો છે.શહેરમાં તાઉતે વાવાઝોડાના લીધે ધરાશાયી થયેલાં 300 જેટલાં વૃક્ષના લાકડાનો ઉપયોગ વિવિધ સ્મશાન ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કરવાનું આયોજન પાલિકાએ કર્યું છે. આ અગાઉ પણ કોરોના કાળમાં પાલિકાએ 200 ટ્રકમાં અંદાજે 200 ટન લાકડું સ્મશાનગૃહમાં પહોંચાડયું હતું. દરમિયાન વાવાઝોડામાં જમીનદોસ્ત થયેલાં 90 ટકા ઝાડ રોડ સાઇટ કે ડિવાઇડરના છે.ખુદ બાગ ખાતુ પણ કહે છે કે, રોડ સાઇટ પર રોપાતા મોટા વૃક્ષના મૂળિયા ઉંડે ઉતરતા ન હોવાથી પડી જાય છે. અગાઉ 24 જુન, 2015માં તોફાની વરસાદના લીધે શહેરમાં એક જ રાતમાં 100 ઝાડ પડ્યા હતા.કોરોનામાં ગેસ અને લાકડાનો મોટાપાયે ઉપયોગ થયો હતો, એક સમય આવ્યો હતો કે લાકડા ખુટી પડયા હતા. જે સ્મશાનગૃહો આખા વર્ષના લાકડા સ્ટોર કરે છે તેના પણ 40 ટકા હિસ્સો વપરાયો હતો. હાલ વાવાઝોડાની સ્થિતિના લીધે પર્યાવરણને પારવાર નુકશાન થયું છે જેમાં સૌથી મોટો હિસ્સો વૃક્ષો ધરાશાયી થવાનો છે. વિવિધ ઝોન દ્વારા આ વૃક્ષો એકત્રિત કરીને હાલ ખુલ્લી જગ્યામાં રખાયા છે. 300 વૃક્ષમાં કેટલું લાકડું હશે એનો અંદાજ હાલ માંડવામાં આવી રહ્યો છે જો કે, નાના મોટા ઝાડની સંખ્યા જોતા કુલ લાકડાનું વજન 200 ટનથી વધુ હોવાનો અંદાજ છે.ગાર્ડન વિભાગના વડા એસ.ગૌતમ કહે છે કે અગાઉ લાકડા યોગ્ય પ્રક્રિયા દ્વારા વેચી દેવાતા હતા. અગાઉ કોરોના કાળમાં સ્મશાનગૃહમાં 300 ટન થી વધુ લાકડાં આપ્યા છે. હાલ જે આપત્તિ આવી છે તે લાકડા પણ સ્મશાનગૃહને આપવાનું પ્લાનિંગ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં વાવાઝોડા અને ભારે વરસાદને પગલે શહેરમાં 800થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.
Mantavyanews