Not Set/ ગુજરાતમાં પાટીદારો હવે આ રીતે કરશે અનામતની માંગને બુલંદ

Gujarat માં પાટીદારો હવે સમયાંતરે મૌન રેલી યોજીને તેમની માંગ સરકાર સમક્ષ મુકશે. જેમાં પાટીદારોને બંધારણીય રીતે અનામત આપવા માટેની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત સમયાંતરે અલગ અલગ વિસ્તારમાં ફરશે.જેમાં પાટીદાર અનામત મૌન મોર્ચાના નામે રેલી યોજવામાં આવશે. આ મોર્ચાનો હેતુ પાટીદાર સમાજને અનામતનો હક્ક અપાવવાનો છે. કોઈ સમાજનો હક્ક છીનવવાનો નથી. આ મોર્ચામાં શિસ્તબદ્ધ […]

Gujarat
patel protest quo ગુજરાતમાં પાટીદારો હવે આ રીતે કરશે અનામતની માંગને બુલંદ

Gujarat માં પાટીદારો હવે સમયાંતરે મૌન રેલી યોજીને તેમની માંગ સરકાર સમક્ષ મુકશે. જેમાં પાટીદારોને બંધારણીય રીતે અનામત આપવા માટેની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત સમયાંતરે અલગ અલગ વિસ્તારમાં ફરશે.જેમાં પાટીદાર અનામત મૌન મોર્ચાના નામે રેલી યોજવામાં આવશે. આ મોર્ચાનો હેતુ પાટીદાર સમાજને અનામતનો હક્ક અપાવવાનો છે. કોઈ સમાજનો હક્ક છીનવવાનો નથી. આ મોર્ચામાં શિસ્તબદ્ધ રીતે રહેવાની દરેક પાટીદારની ફરજ છે.

આ મોરચો પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિત તમામ આગેવાનોનું સન્માન જાળવશે. આ મોર્ચામાં કોઈનો વિરોધ કરવામાં આવશે નહીં, જેમાં કયારેય જાહેરસભાનું આયોજન કરવામાં આવશે નહીં.આ મોર્ચામાં જોડાવવા માટે કોઈપણ સ્વતંત્ર છે. પરંતુ તેમાં તમામ લોકોને એક સમાન જ ગણવામાં આવશે.તેમજ એકબીજાને છાજે તેવું વર્તન પણ કરવામાં આવશે.

Patel Protest ગુજરાતમાં પાટીદારો હવે આ રીતે કરશે અનામતની માંગને બુલંદ

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને વધુ મજબુત કરવા માટે પાસ નેતા હાર્દિક પટેલની આગેવાની બે વર્ષ પૂર્વે યોજાયેલા ક્રાંતિકારી સંમેલન જેમ જ ૫ ઓગસ્ટના રોજ અમદાવાદમાં ક્રાંતિકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લી ધડીએ ઉમિયાધામ દ્વારા આ મંજુરી રદ કરી દેવામાં આવી હતી. તેમજ આવા સંમેલન માટે મંજુરી આપવામાં આવતી નથી તેમ જણાવ્યું હતું. જો કે આ મુદ્દે હાર્દિક પટેલ સહિત પાસના ક્ન્વીનરો અને કાર્યકરોએ વિરોધ પણ કર્યો હતો. પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. જો કે તેની બાદ તેમને છોડી મુકવામાં પણ આવ્યા હતા. તેવા સમયે પાટીદાર આંદોલનથી ભીંસમાં મુકાયેલી સરકારે સત્તાના જોરે ક્યાં કારણોસર ક્રાંતિકારી સંમેલન બંધ રાખ્યું હતું.