સુરેન્દ્રનગર/ લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા એક મહિલાનુ ઘટના સ્થળે મોત

જેમાં અમદાવાદ થી ચોટીલા સંઘ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટ થી આવેલ કારે જસીબેન ઠાકોર જેઓને આશરે ઉંમર વર્ષ 38 છે જેઓને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

Gujarat
Untitled 266 લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા એક મહિલાનુ ઘટના સ્થળે મોત

ગુજરાતમાં   અકસ્માતના કેસો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ક્યારેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે  લોકોનું ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ થતું હોય છે . ત્યારે એવો જ એક અકસ્માત સામે આવ્યો છે જેમાં  અમદાવાદ હાઈવે પર જાખણના પાટીયા આગળ આવેલ સોમનાથ હોટલ નજીક અકસ્માત સર્જાતા એક મહિલાનુ ઘટના સ્થળે મોત નિપજયું હતું.

આ પણ વાંચો ;ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર કરવામાં આવી શકે ચર્ચા

જેમાં અમદાવાદ થી ચોટીલા સંઘ જઈ રહ્યો હતો ત્યારે પુરપાટ થી આવેલ કારે જસીબેન ઠાકોર જેઓને આશરે ઉંમર વર્ષ 38 છે જેઓને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો ;Pride /  કચ્છી સપૂત યુવા-સાહસિક પર્વતારોહી જતીનના સાહસને બિરદાવશે મલ્હાર કેમ્પિંગ

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જસીબેન ઠાકોર અમદાવાદ ના વાસણા વિસ્તારના ખોડીયાર પાર્કના રહેવાશી છે ત્યારે જસીબેન સંઘ સાથે અમદાવાદ થી ચોટીલા પગપાળા જઇ રહ્યા હતા ત્યારે સોમનાથ હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં જસીબેનનુ ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું ત્યારે પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી