Not Set/ ગાંધીનગર સહિત આ જીલ્લામાં નોંધાયા કોરોનાના વધુ પોઝિટીવ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક જીલ્લાઓમાં વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. ગાંધીનગર, ખેડા અને નવસારીમાં કોરોનાના વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. ગાંધીનગરના દેહગામમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે,આજે નવા 7 કેસ સામે આવ્યા છે.  જેમાંથી દહેગામ શહેરમાં 2 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.  7 પુરુષોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ […]

Gujarat Others
eb6a471d68c278817210d4687170c329 ગાંધીનગર સહિત આ જીલ્લામાં નોંધાયા કોરોનાના વધુ પોઝિટીવ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં અનેક જીલ્લાઓમાં વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. ગાંધીનગર, ખેડા અને નવસારીમાં કોરોનાના વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે.

ગાંધીનગરના દેહગામમાં કોરોનાનો રાફળો ફાટ્યો છે,આજે નવા 7 કેસ સામે આવ્યા છે.  જેમાંથી દહેગામ શહેરમાં 2 અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.  7 પુરુષોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેડા જિલ્લામાં આજે વધુ 3 કોરોના પોઝીટીવ મળી અવાય છે. નડિયાદમાં મલ્હારપુરા,નરસંડા ગામ અને મહેમદાવાદમાં 1-1 કેસ નોંધ્યો છે. મલ્હારપુરામાં 21 વર્ષીય યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો નરસંડા ગામ 40 વર્ષના વ્યક્તિને રિપોર્ટ પોઝિટિવ છે. જ્યારે મહેમદાવાદમાં 54 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 72 પર પહોંચી ગઈ છે.

નવસારીમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ 2 કેસ પોઝિટીવ આવ્યા છે. મુંબઈથી બીલીમોરા આવેલ 56 વર્ષિય આધેડને કોરોના પોઝિટિવ આવ્યો છે. નવસારી જિલ્લામાં કુલ 28 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. અત્યાર સુધી 12 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 16 કેસ એક્ટિવ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.