surat news/ સુરતમાં મોડી રાત સુધી વાગતા ડીજે ઓપરેટરો સામે પોલીસની લાલઆંખ

સુરતમાં ડીજે ઓપરેટરો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. મોટા વરાછા અને ઉત્રાણમાં પોલીસે ડી જે ઓપરેટરો વિરુદ્ધ કાર્યવાહી કરી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 03 14T124018.941 સુરતમાં મોડી રાત સુધી વાગતા ડીજે ઓપરેટરો સામે પોલીસની લાલઆંખ

સુરતમાં ડીજે ઓપરેટરો સામે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. મોટા વરાછા અને ઉત્રાણમાં પોલીસે ડી જે ઓપરેટરો વિરુદ્ધ કાર્યવાહી કરી. મોડી રાત સુધી વાગતા ડી જે ના સાઉન્ડ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા પોલીસે દરોડા પાડ્યા. પોલીસે ડિ જે ઓપરેટરો દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા મામલે 6 ફાર્મ હાઉસમાં દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી. મોટા વરાછા અને ઉન્નાણના ફાર્મહાઉસમાં મોડી રાત સુધી ડી જે ઓપરેટરો વધુ પડતા ઘોંઘાટનું મ્યુઝીક વગાડતા આસપાસના લોકોની ફરિયાદ ઉઠી હતી. જેના બાદ પોલીસે ફાર્મહાઉસ પર દરોડા પાડી 6 લોકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી.

નોંધનીય છે કે આજકાલ લગ્ન પ્રસંગ હોય કે પછી તહેવાર હોય ડી જે વગાડવાનું ચલણ વધ્યું છે. ડી જે ઓપરેટરો દ્વારા મોટા અવાજે મ્યુઝીક વગાડવામાં આવતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. ડી જે સાઉન્ડથી થતા ધ્વનિપ્રદૂષણના કારણે મિલકતોમાં ધ્રુજારી ઉત્પન્ન થયું હોવાનું પણ નોંધાયું છે. તેમજ વધુ પડતા ઘોંઘાટિયા અવાજના કારણે નાગરિકોને માનસિક રીતે હેરાનગતિ થાય છે. ધ્વનિ પ્રદૂષણના કારણે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તેનો ડોક્ટરોએ પણ સ્વીકાર કર્યો છે.

લોકો પોતાના ઘરે પ્રસંગ હોય અથવા તહેવારોમાં ઘોંઘાટીયા અવાજનું મ્યુઝીક વગાડતા હોય છે. જ્યારે કેટલાક લોકો તેનો વિરોધ કરે છે અથવા સાઉન્ડ થોડો સ્લો કરવાનું કહે છે ત્યારે ડિજે ઓપરેટરો દ્વારા ગેરવર્તન કરાતા નકરાવામાં આવે છે. ડી જે સાઉન્ડને લઈને ગત વર્ષે ખંભાત પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરાઈ હતી. ડી જે સાઉન્ડથી ધ્વનિ પ્રદૂષણ થવાની શહેરી નાગરીકોને ફરીયાદ ઉઠતા ખંભાત પોલીસે વરઘોડામાં મોટા અવાજે ડી જે વગાડતા સંચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી. ત્યારબાદ શહેરમાં તમામ ડી જે સંચાલકોને ધીમા અવાજે ડી જે વગાડવાની સૂચના આપવામાં આવી હતી. ખંભાત પોલીસ બાદ હાલમાં સુરતમાં મોટા અવાજે અને મોડી રાત સુધી વાગતા ડી જે ઓપરેટરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ