Not Set/ BJP ના શત્રુ બોલ્યા, હવે નક્કી કરો પપ્પુ કોણ અને ફેંકુ કોણ?

પટના: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) પર પોતાનું નિશાન સાધતા ભાજપના જ સાંસદ ‘શોટ ગન’ શત્રુધ્ન સિંહાએ કહ્યું કે, રાહુલ ગાંધીને સલામ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હવે નક્કી કરો કે ફેંકુ કોણ અને પપ્પુ કોણ? પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ (BJP) સત્તામાંથી […]

India Politics
BJP's Shatrughan SInha said, ‘now Decide who is Pappu and who is Fenku?’

પટના: પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) પર પોતાનું નિશાન સાધતા ભાજપના જ સાંસદ ‘શોટ ગન’ શત્રુધ્ન સિંહાએ કહ્યું કે, રાહુલ ગાંધીને સલામ. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, હવે નક્કી કરો કે ફેંકુ કોણ અને પપ્પુ કોણ?

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ (BJP) સત્તામાંથી ફેંકાઈ ગઈ છે. આ મુખ્ય ત્રણ રાજ્યોમાં પરાજય મળ્યા બાદ ભાજપના નેતા શત્રુઘ્ન સિંહાએ એક પછી એક ટ્વીટ કરીને પક્ષ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધા છે.

હવે ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહાએ નામ લીધા વિના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા જણાવ્યું છે કે, મસલ પાવર, મની પાવર અને સૂટબૂટની સરકારની સાથે ઇવીએમ મશીન એ બધુ કામ આવ્યું છે. ઘણી મુશ્કેલીથી ત્રણ રાજ્યોના પરિણામ આવ્યા છે. તેની પાછળની ચાલ કે જાળ લોકો સારી રીતે સમજી ગયા છે. યોગ્ય જ છે કે કોઈકે કહ્યું કે, આ પ્રજા છે બધું જ જાણે છે. સિંહાએ પૂછયું કે અધિવક્તા, પ્રવક્તા અને વક્તા કોઈ દેખાતું પણ નથી.

સિંહાએ પરાજય અંગે ભાજપ પર વ્યંગ કર્યો હતો. જયારે બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ખૂબ જ તારીફ કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત લગભગ એક વર્ષ પહેલાં જ કરાઈ હતી. એક વર્ષની અંદર આવું જબરજસ્ત, ક્રાંતિકારી રિઝલ્ટ આવ્યું છે, તો એવા માણસને સલામ કરીએ કી નહી કરીએ. દરેક સ્થળે તેમની જ વાત થઈ રહી છે.

સિંહાએ ભાજપ પર કહેવત દ્વારા આકરો હુમલો કરવા સાથે કોંગ્રેસની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, તાલી કપ્તાનને, તો ગાલી પણ કપ્તાનને મીલની ચાહિએ. તેમણે કહ્યું કે બધા કહેતા હતા કે, રાહુલ ગાંધી પપ્પુ છે, હવે તેમણે તેમની શક્તિ દેખાડી દીધી છે, હવે નક્કી કરો કે પપ્પુ કોણ છે અને ફેંકુ કોણ છે?