ઓપરેશન ગંગા/ કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે સિંહે કહ્યું દેશનું ઉત્તરદાયિત્વ તેમના નાગરિકો તરફ પહેલું હોય છે,એક માતાની જેમ કાળજી લે છે

હજારો ભારતીય વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢીને દેશમાં પરત લાવવા માટે મોદી સરકારે 3 મંત્રીઓને ત્યાં મોકલ્યા હતા

Top Stories India
4 4 કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે સિંહે કહ્યું દેશનું ઉત્તરદાયિત્વ તેમના નાગરિકો તરફ પહેલું હોય છે,એક માતાની જેમ કાળજી લે છે

રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા હજારો ભારતીય વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢીને દેશમાં પરત લાવવા માટે મોદી સરકારે 3 મંત્રીઓને ત્યાં મોકલ્યા હતા,અને આ વિધાર્થીઓને પરત લાવા માટે અથાગ પ્રટત્ન કર્યા હતા,પોલેન્ડમાં ભારતના રાજદૂત નગમા મલિક સાથે સરકાર દ્વારા નિયુક્ત વિશેષ દૂતોમાંના એક વી.કે. સિંહે ગઈકાલે બુડોમિર્ઝની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જનરલ સિંઘ એવા કેન્દ્રીય પ્રધાનોમાંના એક છે જે આ પરિસ્થિતિમાં ભારતીય વિધાર્થીઓને મદદ કરવા માટે પહોચ્યા છે, યુક્રેનના પડોશી દેશમાં રહીને  ભારતીયોને સુરક્ષિત રીતે  બહાર કાઢવાની જવાબદારી નિભાવી રહ્યા   છે  અને બુધવારે C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ સાથે પોલેન્ડના રેઝેઝો એરપોર્ટ પર હતા.સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તે ફ્લાઈટમાં ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા,આ પ્રસંગ પર તેમણે એક ટ્વિટ પણ કર્યું હતું તેમાં તેમણે લખ્યું છે દેશને શું વ્યાખ્યા કરી શકીએ છે? તે માત્ર જમીનનો ટુકડો ન હોઈ શકે,દેશની વ્યાખ્યા ફક્ત તેના લોકો દ્વારા જ કરી શકાય છે જેમના હૃદય માતૃભૂમિ માટે ધબકે છે, પછી ભલે તે વિશ્વમાં ક્યાંય પણ હોય. ઉપરાંત, દેશે તેના લોકોની માતાની જેમ કાળજી લેવી જોઈએ, ખાસ કરીને જ્યારે જરૂર હોય.
#ઓપરેશન ગંગા

ફલાઇટમાં ભારતીયો વિધાર્થીઓ સાથે કેન્દ્રીય મંત્રીએ તસવીરો પણ શેર કરી હતી અને સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.