Video/ રોહિત શેટ્ટીએ એવું તો શું કર્યું કે શિલ્પા શેટ્ટીએ કાચની બોટલ વડે કર્યો હુમલો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

વીડિયોમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે. તે જ સમયે, રોહિત શેટ્ટી રેપર-સિંગર બાદશાહ સાથે વાત કરી રહ્યો છે.

Entertainment
શિલ્પા શેટ્ટી

બોલિવૂડની સુંદરતાની સાથે પરફેક્ટ ફિગર ધરાવતી અભિનેત્રી શિલ્પા શેટ્ટી મસ્તી કરવા માટે પણ જાણીતી છે. પરિસ્થિતિ ગમે તે આવે, તે પોતાની જાતને પોઝિટિવ જ રાખે છે. તે સેટ પર પણ આ જ રૂપમાં જોવા મળે છે. તે દરરોજ તેના કો-સ્ટાર સાથે મજાક કરતી જોવા મળે છે. તે તેના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને  વીડિયો શેર કરતી રહે છે, જેનાથી તેના ફેન્સ ખુશ થાય છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના શૂટિંગ દરમિયાનનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેને જોઈને ફેન્સ અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે.

આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળી રહી છે. તે જ સમયે, રોહિત શેટ્ટી રેપર-સિંગર બાદશાહ સાથે વાત કરી રહ્યો છે. શિલ્પાએ રોહિતને પ્રેમથી બે વાર બોલાવે છે, પરંતુ જ્યારે તે સાંભળતો નથી, ત્યારે અભિનેત્રી ગુસ્સે થઈ જાય છે. તે ‘અટ્ટા માઝી સટકલી’ ડાયલોગ બોલે છે. આ પછી, કાચની બોટલ રોહિત શેટ્ટીને મારે છે જેના ટુકડા થઈ જાય છે. અચાનક થયેલા હુમલાને જોઈને રોહિત ચોંકી  જાય છે. ત્યારે શિલ્પા કહે છે કે મને પિચ્ચર આપો. ત્યારે રોહિત શેટ્ટી કહે છે કે તમે પાગલ છો.

શિલ્પા શેટ્ટીએ બાદશાહ પર પણ કર્યો હુમલો

ત્યારે શિલ્પા પોતાને પાગલ – પાગલ કહે છે. દરમિયાન, બાદશાહ કહે છે કે ભાઈ, તમારી ઘણી પિચ્ચર છે, મારી પાસે એરડ્રોપ ખોલો, હું આપું છું. જેના પર શિલ્પા તેને પણ બોટલથી મારે છે.

તમે પણ જોઈ શકો છો આ વીડિયો-

https://www.instagram.com/reel/CambmhbFHp2/?utm_source=ig_web_copy_link

ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ દેશભરમાંથી ટેલેન્ટ લાવે છે

આપને જણાવી દઈએ કે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં દેશના અલગ-અલગ ભાગોમાંથી અદભુત પ્રતિભાઓ પહોંચી રહી છે. કિરોન ખેર, મનોજ મુન્તાશીર, બાદશાહ અને શિલ્પા શેટ્ટી આ શો જજ કરી રહ્યા છે. રોહિત  શેટ્ટી આ શોમાં ગેસ્ટ તરીકે પહોંચ્યો છે. આવનારા એપિસોડમાં આ જજ ઘણી પ્રતિભાઓની કસોટી કરતા  જોવા મળશે.

આ પણ વાંચો : ઘણી વખત રિલીઝ ડેટ બદલ્યા બાદ હવે સાઉથ સ્ટાર યશની KGF 2 આ દિવસે સિનેમાઘરોમાં મચાવશે ધમાલ  

આ પણ વાંચો :મશહુર ફિલ્મ સમીક્ષક જ્ય પ્રકાશ ચૌકસીનું 83 વર્ષની વયે નિધન..

આ પણ વાંચો : મહાશિવરાત્રિના દિવસે સામે આવી આદિપુરુષની રિલીઝ ડેટ, આ દિવસે જોવા મળશે પ્રભાસ-સૈફ અલી ખાનની ફિલ્મ

આ પણ વાંચો :મણિરત્નમની ફિલ્મમાં ફરી ચમકી ઐશ્વર્યા રાય બચ્ચન, આ તારીખે રિલીઝ થશે મેગા બજેટ ફિલ્મ