Not Set/ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ની ભારતીય બોક્સ ઓફીસમાં ધમાલ, એક સપ્તાહમાં 160 કરોડની કમાણી કરી

હોલીવૂડ ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર વિશ્વભરમાં ધમાલ મચાવી રહી છે. ભારતમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 160 કરોડનો આંકડો પાર કરી લીધો છે.  તે 2018 ની સૌથી મોટી ઑપનર ફિલ્મ સાબિત થઇ છે બાઘી 2 પછી એવન્જર્સ ઈન્ફિનિટીની સફળતા સ્પષ્ટપણે જણાવે છે કે, ભારતીય બોક્સ ઓફિસ પર એક્શન ફિલ્મ્સનો ક્રેઝ હજુ પણ ખૂબ જ જોરદાર […]

Entertainment
avengers infinity war એવેન્જર્સ ઇન્ફિનિટી વોર ની ભારતીય બોક્સ ઓફીસમાં ધમાલ, એક સપ્તાહમાં 160 કરોડની કમાણી કરી

હોલીવૂડ ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિનિટી વોર વિશ્વભરમાં ધમાલ મચાવી રહી છે. ભારતમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 160 કરોડનો આંકડો પાર કરી લીધો છે.  તે 2018 ની સૌથી મોટી ઑપનર ફિલ્મ સાબિત થઇ છે બાઘી 2 પછી એવન્જર્સ ઈન્ફિનિટીની સફળતા સ્પષ્ટપણે જણાવે છે કે, ભારતીય બોક્સ ઓફિસ પર એક્શન ફિલ્મ્સનો ક્રેઝ હજુ પણ ખૂબ જ જોરદાર છે. કોઈ શંકા નથી કે બાઘી 2 અને એવેન્જર્સે આ વર્ષે આવતી બધી  એક્શન ફિલ્મો માટે એક મજબૂત ટાર્ગેટ ફિક્સ કરી દીધો છે. સલમાન ખાનની રેસ 3 હોય અથવા સિદ્ધાર્થ મલ્હોત્રાની ડ્રાઇવ.. રસપ્રદ વાત એ હશે કે, એક્શન ફિલ્મોનો જાદુ જાળવી રાખે છે કે નહી.

ખાસ વાત એ છે, કે હોલીવૂડ ફિલ્મ હોવા છતાં પણ એવન્જર્સ ભારતીય બોક્સ ઓફિસ પર 2018 ની સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે. આ હોલીવૂડ મુવીએ  પદમાવત, પૅડમેન, રેડ, બાઘી 2 જેવા બધા સુપરસ્ટારસની ફિલ્મો પાછળ છોડી દીધી છે. જયારે, કમાણીના મામલામાં આ મુવી હાલ માત્ર પદ્માવતથી પાછળ છે.