Bollywood/ ‘ભૂલ ભૂલૈયા 2’ની શાનદાર ઓપનિંગ પર કંગના રનૌતે કાર્તિક આર્યનના વખાણ કર્યા, અભિનેતા માટે કહ્યું આવી વાત

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેની સ્પર્ધા એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ સાથે છે.

Entertainment
1832391 kangana ranaut kartik aaryanfile photos 'ભૂલ ભૂલૈયા 2'ની શાનદાર ઓપનિંગ પર કંગના રનૌતે કાર્તિક આર્યનના વખાણ કર્યા, અભિનેતા માટે કહ્યું આવી વાત

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેની સ્પર્ધા એક્ટર કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ સાથે છે. ફિલ્મ રિલીઝ થયાને 1 દિવસ થઈ ગયો છે. જેના પરથી સ્પષ્ટપણે જાણવા મળે છે કે કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ને બોક્સ ઓફિસ પર કંગના રનૌતની ‘ધાકડ’ કરતા દર્શકોનો વધુ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ એ તેના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ કરી છે. આવી સ્થિતિમાં, કાર્તિક આર્યનના ચાહકો અને ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ તેની શાનદાર કમાણી માટે તેને અભિનંદન પાઠવ્યા છે.

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’માં કાર્તિક આર્યન સાથે અભિનેત્રી કિયારા અડવાણી અને તબુ પણ મુખ્ય ભૂમિકામાં છે. દરમિયાન, કંગના રનૌતે કાર્તિક આર્યન અને ફિલ્મની સમગ્ર ટીમને ‘ભૂલ ભુલૈયા 2’ની શાનદાર શરૂઆત માટે અભિનંદન પાઠવ્યા છે. તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં કંગના રનૌતે ‘ભૂલ ભુલૈયા 2’ના અભિનેતાને ટેગ કર્યા છે.

kangana

અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું, ‘હિન્દી બોક્સ ઓફિસ પર દુષ્કાળનો અંત લાવવા બદલ ભૂલ ભૂલૈયા 2ને અભિનંદન… ફિલ્મની સમગ્ર ટીમ અને કાર્તિક આર્યનને અભિનંદન.’ કાર્તિક આર્યનની ફિલ્મ માટે કંગના રનૌતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના ચાહકો પણ આ પોસ્ટને પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 2’ એ બોક્સ ઓફિસ પર એટલી જોરદાર ઓપનિંગ કરી છે, જે છેલ્લા 5 મહિનામાં કોઈ હિન્દી સ્ટારની ફિલ્મ નથી કરી શકી.