Not Set/ ઇઝરાયેલ PM નેતન્યાહુએ બોલીવુડની સેલિબ્રિટી સાથે લીધી સેલ્ફી, જુઓ કોણ-કોણ રહ્યા હાજર 

મુંબઈ. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુ ભારતની છ દિવસીય યાત્રા પર રવિવારે દિલ્લી પહોંચ્યા હતા. દિલ્લી બાદ  આગ્રાના તાજમહેલની અને ગુજરાતની મુલાકાત બાદ તેઓ આર્થિક રાજધાની મુંબઈ પહોચ્યા હતા. મુંબઈમાની તાજમહેલ પેલેસમાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં પીએમ નેતાન્યાહુ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને બોલીવુડના સેલેબ્રિટીઝ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઇઝરાયેલી પીએમએ બોલીવુડના કલાકારો સાથે સેલ્ફી પણ લીધી […]

Entertainment

મુંબઈ.

ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતન્યાહુ ભારતની છ દિવસીય યાત્રા પર રવિવારે દિલ્લી પહોંચ્યા હતા. દિલ્લી બાદ  આગ્રાના તાજમહેલની અને ગુજરાતની મુલાકાત બાદ તેઓ આર્થિક રાજધાની મુંબઈ પહોચ્યા હતા. મુંબઈમાની તાજમહેલ પેલેસમાં આયોજિત કરવામાં આવેલા એક કાર્યક્રમમાં પીએમ નેતાન્યાહુ, મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને બોલીવુડના સેલેબ્રિટીઝ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઇઝરાયેલી પીએમએ બોલીવુડના કલાકારો સાથે સેલ્ફી પણ લીધી હતી તેમજ નેતાન્યાહુએ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, ફિલ્મ નિર્માતા કરણ જોહર અને સુભાષ ઘાઇ સાથે લાંબી ચર્ચાઓ કરી હતી.

તાજમહેલ પેલેસમાં આયોજિત કાર્યક્રમમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, ફિલ્મ નિર્માતા કરણ જોહર, સુભાષ ઘાઇ, મધુર ભંડારકર, વિવેક ઓબેરોય, એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન, રણધીર કપૂર સહિતના અનેક કલાકારો પણ હાજર રહ્યા હતા.

ઇઝરાયેલી પીએમ નેતાન્યાહુએ બોલીવુડના કલાકારો સાથે લીધી સેલ્ફી 

પીએમ નેતાન્યાહુ સાથે મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ, બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન

પીએમ નેતાન્યાહુ સાથે ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોય

પીએમ નેતાન્યાહુ સાથે ફિલ્મ નિર્માતા કરણ જોહર