Entertainment/ સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ મામલે 2 શખ્સોની અટકાયત, જાણો ગુનાહિત ઈતિહાસ

CCTVમાં દેખાતા બંને આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે રિક્ષાચાલક અને અન્ય કેટલાક લોકોના નિવેદન નોંધ્યા હોવાના………….

Trending Breaking News Entertainment
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 62 સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ મામલે 2 શખ્સોની અટકાયત, જાણો ગુનાહિત ઈતિહાસ

Entertainment News: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. પોલીસે આ બંને શખ્સોની નવી મુંબઈથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. આ મામલો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. માહિતી મુજબ અનુસાર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા જે બે લોકોની અટકાયત કરવામાં આવી છે તેઓ ફાયરિંગ કરવાનું સ્વીકારે છે. તેમણે જ શૂટરોને મદદ કરી હતી.

એવી આશંકા સેવાઈ રહી છે કે આ લોકોએ સલમાન ખાનના ઘરની તપાસ કરવામાં બંને ફરાર શૂટરોની મદદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ તેમની પૂછપરછ કરી રહી છે અને પુષ્ટિ થયા બાદ જ બંનેની ધરપકડ કરવામાં આવશે. આ કેસમાં પોલીસને ફાયરિંગ કરનાર અને તેને ફાયરિંગ કરવાનો આદેશ આપનાર વિશે નક્કર માહિતી મળી છે. લોરેન્સ ગેંગના અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ ફાયરિંગની જવાબદારી લીધી છે. સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનાર જે શૂટર હતો તેનું નામ વિશાલ ઉર્ફે કાલુ છે, જે રોહિત ગોદારા ગેંગનો છે.

tiger salman suspect સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ મામલે 2 શખ્સોની અટકાયત, જાણો ગુનાહિત ઈતિહાસ

સલમાનના ઘરની બહાર ગોળીબાર કરનારા બે હુમલાખોરોની તસવીરો સામે આવી છે. એક હુમલાખોર બ્લેક એન્ડ વ્હાઇટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે બીજો લાલ ટી-શર્ટમાં છે. આ સાથે, 29 ફેબ્રુઆરી 2024ના CCTV ફૂટેજ પણ મળ્યા છે, જે હરિયાણાના રોહતકના એક ઢાબાનો છે.

સૂત્રો મુજબ એક શૂટર વિશાલ ગુરુગ્રામનો રહેવાસી છે. તે અગાઉ પણ હત્યા જેવી સનસનીભરી ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. બંને શૂટર રાયગઢથી ખરીદેલી બાઇક પર સલમાનના ઘરે પહોંચ્યા હતા અને ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. અત્યાર સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી.

શૂટરો આ રીતે નાસી છૂટ્યા હતા

શૂટરોના ભાગી જવાનો રૂટ ગ્રાફ શું હતો. ગોળીબાર કરનારાઓ મહેબૂબ સ્ટુડિયો રોડ પર ગયા હતા. ઓટો ડ્રાઇવરને હાઇ-વેના દિશા-નિર્દેશો પૂછ્યા અને મહેબૂબ સ્ટુડિયો સર્કલથી એક રાઉન્ડ લીધો અને માઉન્ટ મેરી તરફ ગયા. બાઇક ત્યાં જ મૂકી દીધી, પછી ઓટો પકડીને બાંદ્રા સ્ટેશન ગયા. બાદમાં બાંદ્રાથી બોરીવલી ગયા. સાંજે 5.13 વાગ્યે સાંતાક્રુઝ સ્ટેશન પર પહોંચ્યા. આગળની ઘટના જાણવા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Salman Khan's family very cautious after firing outside his Mumbai home, dad  Salim went for walk after incident: Report | Bollywood - Hindustan Times

શૂટર વિશાલ ગુરુગ્રામનો રહેવાસી છે

CCTVમાં દેખાતા બંને આરોપીઓને પકડવા માટે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે રિક્ષાચાલક અને અન્ય કેટલાક લોકોના નિવેદન નોંધ્યા હોવાના અહેવાલ છે. ગુરુગ્રામનો વિશાલ ઉર્ફે કાલુ છે, તેની સામે અનેક કેસ નોંધાયેલા છે. હત્યાના કેસમાં ફેબ્રુઆરીથી તેની શોધ ચાલી રહી છે. અત્યાર સુધી પોલીસે તેના ઘરે અનેક વખત દરોડા પાડ્યા છે. તેની બહેન કહે છે કે તેનો ભાઈ એવો નથી.

કાલુ ગોદારાનો ખાસ શૂટર છે.

કાલુ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાનો ખાસ શૂટર છે. રોહિત ગોદારા લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલો છે. કાલુએ તાજેતરમાં રોહતકના એક ભંગારના વેપારી સચિન ગોડાની હત્યા કરી હતી, જેના CCTV ફૂટેજ અને હત્યાની જવાબદારી સ્વીકારતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવી હતી. ગુરુગ્રામના રહેવાસી કાલુએ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેની સામે ફાયરિંગ અને બાઇક ચોરી જેવા અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.

ફેબ્રુઆરીમાં વિશાલે તેના સહયોગીઓ સાથે મળીને રોહતકના એક ઢાબા પર બુકી સચિન મુંજાલની હત્યા કરી હતી. મુંજાલને 12 ગોળીઓ વાગી હતી. હવે ખરો પડકાર આ બે શૂટર સુધી પહોંચવાનો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશરે એક મહિનાથી સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની યોજના બનાવવામાં આવી રહી હતી. જેના માટે અનમોલ બિશ્નોઈએ શૂટર્સની પસંદગીની જવાબદારી રોહિત ગોદારાને સોંપી હતી. કારણ કે રોહિત ગોદારા પાસે શૂટર્સ હંમેશા તૈયાર હોય છે. તેનું નેટવર્ક મજબૂત હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતી સિંહ માટે 250 રૂપિયાના પાણીના બોટલ ખરીદવા માટે ખચકાયા હર્ષ લિમ્બાચિયા

આ પણ વાંચો: સાડી અને વાળમાં ગજરો પહેરીને અપ્સરા જેવી સુંદર જોવા મળી મૌની રોય, પતિ સાથે આપ્યો રોમેન્ટિક પોઝ

આ પણ વાંચો: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા હુમલાખોરોની તસવીર સામે આવી, મુંબઈથી ભાગી જવાની આશંકા