મુંબઈ
સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન એક વીડિયોના કારણે હાલ ચર્ચામાં આવી છે. જો કે તે બોલીવુડમાં એન્ટ્રી નથી કરવાની તેમ છતાં પણ તે સ્ટાર કિડ્સમાં ટોપ પર છે અને અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી ચર્ચામાં આવતી જ હોય છે. સુહાના ક્યારેક તેના હોટ ફોટોના કારણે તો ક્યારેક તેના વેકેશન્સના કારણે તે ચર્ચામાં આવતી જ રહે છે.
આપને જણાવીએ કે હાલ સુહાના ખાન સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયોના લીધે ચર્ચામાં છવાયેલી છે. આ વિડીયોમાં સુહાના તેના કોલેજ ફ્રેન્સ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. સુહાના તેના ફ્રેન્સ સાથે મ્યુઝિકલ ચેયર ગેમ રમી રહી છે.
સુહાનાના આપ હોટ અને સેક્સી રૂપમાં તો જોઈ જ ચુક્યા છો અને હવે તેનો આ મસ્તી ભર્યો અવતાર પણ તમારું દિલ જીતી લેશે. સુહાનાએ તેના આ વિડીયો સાથે સાથે તેને તેના ફ્રેન્સ સાથેની તસ્વીર પણ શેર કરી છે.