Bollywood/ માતા બન્યાના 18 દિવસ બાદ અભિનેત્રીએ 10 કિલો વજન ઉતાર્યું

એક્ટ્રેસ ગૌહર ખાન છેલ્લા કેટલાક દિવસોથી તેના પોસ્ટપાર્ટમ પીરિયડ વેટ લોસ જર્ની શેર કરી રહી છે. છેલ્લા 10 દિવસમાં તેને 10 કિલો વજન ઘટાડ્યું હતું. 

Entertainment
અભિનેત્રી ગૌહર ખાન

અભિનેત્રી ગૌહર ખાન આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. આ મહિનાની 10 મે એ, અભિનેત્રી માતા બની, તેને એક પુત્રને જન્મ આપ્યો. અને હવે અભિનેત્રી તેના પોસ્ટપાર્ટમ પીરિયડ વજન ઘટાડવાની મુસાફરી શેર કરી રહી છે. ભૂતકાળમાં તેણે 10 દિવસમાં 10 કિલો વજન ઘટાડ્યું હતું. અને  હવે બીજા 18 દિવસમાં વધુ વેટ લોસ કર્યું છે.

ગૌહરની વજન ઘટાડવાની સફર

ગૌહર ખાને  તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર 28 મે 2023ના રોજ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ દરમિયાન, અભિનેત્રીએ સફેદ રાઉન્ડ નેક ટી-શર્ટ અને બ્લેક ફીટ પેન્ટમાં તેના ફ્લેટ ટમીને ફ્લોન્ટ કર્યું. આ સાથે, તેને અલ્લાહનો આભાર માન્યો અને લખ્યું, “#NoFilter, 18-days postpartum।”

18 દિવસમાં ફિટ થઈ ગૌહર ખાન

ગૌહરે તેની પોસ્ટપાર્ટમ વજન ઘટાડવાની મુસાફરી શેર કરી અને જાહેર કર્યું કે તે તેના બાળકને જન્મ આપ્યાના અઢાર દિવસમાં લગભગ ફરીથી પોતાના ફીટ શેપમાં આવી ગઈ છે. ગૌહરે ડિલિવરી પછીની પોતાની પહેલી તસવીર શેર કરી છે. અગાઉ તેને 10 દિવસમાં 10 કિલો વજન ઘટાડ્યું હતું.

ગૌહરે પુત્રનું નામ શું રાખ્યું?

ગૌહર ખાન અને તેના પતિ  ઝૈદ દરબારે હજુ સુધી તેમના બાળકનો ચહેરો ચાહકો સમક્ષ જાહેર કર્યો નથી. આવી સ્થિતિમાં, ચાહકો તેમના પુત્રને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ સિવાય આ કપલના ફેન્સ કોમેન્ટ કરીને તેમના રાજકુમારનું નામ પણ પૂછે છે. હવે જોવાનું એ રહેશે કે આ કપલ ક્યારે પોતાના બાળકના ચહેરા અને નામ પરથી પડદો હટાવે છે.

આ પણ વાંચો:પાયલટ-ગેહલોત વચ્ચે બધુ ઠીક થશે? હાઈકમાન્ડ અપનાવશે આ ફોર્મ્યુલા

આ પણ વાંચો: નવી સંસદના ઉદ્ઘાટનના દિવસે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘમાસાન,નેહરુ અને મોદીની સરખામણી પર ટ્વિટર વોર

આ પણ વાંચો:શક્તિ પ્રદર્શનની તૈયારીમાં નીતિશ કુમાર, 12 જૂને પટનામાં વિપક્ષી પાર્ટીઓની મોટી બેઠક યોજાશે

આ પણ વાંચો: કુસ્તીબાજોની ધરપકડથી નીરજ ચોપરાનું દર્દ છલકાયું, ટ્વિટ કરીને કરી આ વાત..

આ પણ વાંચો:બાંદ્રા-વર્સોવા સી-લિંક ‘વીર સાવરકર સેતુ’ તરીકે ઓળખાશે, CM શિંદેએ કરી મોટી જાહેરાત