Not Set/ 3.15 મિનિટ ના વિડીયોને ટ્વીટ કરી પીએમ મોદીએ રજુ કર્યું 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આજ શનિવારના દિવસે ૨૦૧૪માં શપથ લીધા હતા. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થવા પર પીએમ મોદીએ શનિવારે એક પછી એક એમ ત્રણ ટ્વીટ કર્યા હતા, જેમાં તેમણે એક વીડિઓ પણ ટ્વીટ કર્યો હતો. આ વીડિઓમાં મોદી સરકારની યોજનાઓ વિશે બતાવવામાં આવ્યું છે. વીડિઓ “સાફ નિયત-સાચો વિકાસ” અભિયાન મુજબ બનાવવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર […]

Top Stories India Videos
pm 3.15 મિનિટ ના વિડીયોને ટ્વીટ કરી પીએમ મોદીએ રજુ કર્યું 4 વર્ષનું રિપોર્ટ કાર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ આજ શનિવારના દિવસે ૨૦૧૪માં શપથ લીધા હતા. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થવા પર પીએમ મોદીએ શનિવારે એક પછી એક એમ ત્રણ ટ્વીટ કર્યા હતા, જેમાં તેમણે એક વીડિઓ પણ ટ્વીટ કર્યો હતો. આ વીડિઓમાં મોદી સરકારની યોજનાઓ વિશે બતાવવામાં આવ્યું છે. વીડિઓ “સાફ નિયત-સાચો વિકાસ” અભિયાન મુજબ બનાવવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ બીજું પણ એક ટ્વીટ કર્યું હતું કે ૨૦૧૪માં આજના દિવસે અમે ભારતને બદલાવની શરૂઆત કરી હતી. વીતેલા ચાર વર્ષમાં વિકાસ જન આંદોલન બની ગયું છે. દેશનો દરેક નાગરિક આમાં પોતાનો ભાગ હોવાનું મહેસુસ કરી રહ્યો છે. સવા સો કરોડ ભારતીયો ભારતને નવી ઉંચાઈ પર લઇ જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઓર્રીસ્સાના કટક શહેરમાં જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થવા પર મોદી અહી પોતાનું રીપોર્ટ કાર્ડ પ્રસ્તુત કરશે. પીએમના કાર્યક્રમ માટે શહેરના બાલીયાત્રા મેદાનમાં તૈયારીઓ કરી લેવામાં આવી છે. પીએમ અહી જનસભાને સંબોધન કરશે. બીજેપી નેતાઓએ દાવો કર્યો છે કે જનસભામાં 3 લાખ લોકો ભેગા થશે.

પીએમ મોદી અહી  “સાફ નિયત-સાચો વિકાસ” અભિયાન શરુ કરશે. આ અભિયાન મુજબ બીજેપી મોદી સરકારના ચાર વર્ષનો રીપોર્ટ લોકો સાથે પહોચાડશે. આ અભિયાનને ૨૦૧૯ની તૈયારીઓના રૂપમાં જોવામાં આવી રહ્યો છે.