Not Set/ પાસ કન્વીનર પર મોરબીના બગથળામાં હુમલો કરવાનું રચાયું હતું કાવતરું… અહીં જાણો વિગતો

મોરબી જિલ્લાના પાસ કન્વીનર મનોજ પનારા પર ઘાતકી હુમલો કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ અંગે મનોજ પનારાએ જિલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ જાકાસણીયા તેમજ 10 અન્ય લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. મનોજ પનારાએ પોલીસને જણાવ્યું કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ઘનશ્યામભાઈને ટિકિટ મળી ન હોવાથી, તેનો બદલો લેવા માટે હુમલો કરવા […]

Top Stories Gujarat Others
Manoj Panara PAAS Morbi 5 પાસ કન્વીનર પર મોરબીના બગથળામાં હુમલો કરવાનું રચાયું હતું કાવતરું... અહીં જાણો વિગતો

મોરબી જિલ્લાના પાસ કન્વીનર મનોજ પનારા પર ઘાતકી હુમલો કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ અંગે મનોજ પનારાએ જિલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ જાકાસણીયા તેમજ 10 અન્ય લોકો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

મનોજ પનારાએ પોલીસને જણાવ્યું કે, ગત વિધાનસભા ચૂંટણીમાં ઘનશ્યામભાઈને ટિકિટ મળી ન હોવાથી, તેનો બદલો લેવા માટે હુમલો કરવા આવ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

પાસ કન્વીનર હાર્દિક પટેલની હાજરીમાં મોરબીના બગથળા ગામે મનોજ પનારા પર હુમલો થવાનો હતો. અરજીમાં મનોજ પનારાએ જણાવ્યું કે, ઘનશ્યામભાઈ અગાઉ પણ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી ચુક્યા છે.

આટલું જ નહિ હાર્દિક પટેલના મોરબીમાં પ્રતીક ઉપવાસના દિવસે ઘનશ્યામભાઈ અને તેમની ટોળીએ સભા સ્થળ પર હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું.