motor vehicle act/ મોટર વ્હીકલ એક્ટ : ટ્રક ચાલકોની હડતાળથી જીવનજરૂરી ચીજવસ્તુઓની કિમંતોમાં ધરખમ વધારો

ગત રાત્રે મોટર વ્હીકલ એક્ટ મામલે કેન્દ્ર સરકાર અને ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) વચ્ચે હડતાળ ખતમ કરવા માટે સમજૂતી થયા બાદ ટ્રક ડ્રાઈવરોને સેવા શરૂ કરવા અપીલ કરવામાં આવી.

Top Stories India

ટ્રક ચાલકોની દેશવ્યાપી હડતાળની અસર સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળશે. ટ્રક ચાલકોએ કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરીને કાયદો વધુ કડક બનાવતા સોમવારથી ત્રણ દિવસની હડતાળનું એલાન કર્યું હતું. આ હડતાળના કારણે આવશ્યક ચીજવસ્તુઓની કિમંતોમાં ધરખમ વધારો થયો છે. કારણ કે ટ્રક મારફતે જીવનજરૂરી વસ્તુઓનો પુરવઠો તમામ સ્થાનો પર પંહોચાડવામાં આવતો હતો. પરંતુ હડતાળના કારણે ટ્રકોના પૈડા બંધ કરાતા દૂધ, શાક અને ફળ જેવી જરૂરી વસ્તુની અછત જોવા મળી.

કેન્દ્ર સરકારે અકસ્માત પીડિતોને મદદ કરવા મોટર વ્હીકલ એક્ટને વધુ કડક બનાવવાનો નિર્ણય કર્યો. જે અંતર્ગત અકસ્માત પીડિતાને મદદ ન કરવા બદલ ચાલકને 7 વર્ષની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મોટર એક્ટના નવા કાનૂના વિરોધમાં ટ્રક ચાલકોએ સોમવારથી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળની દેશભરમાં અસર જોવા મળી. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાંથી આવતી આવશ્યક ચીજવસ્તુઓ અને માલસામાન પર તેની સીધી અસર પડી છે.

અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે. મોટાભાગે જોવા મળ્યું છે કે શિયાળામાં શાકભાજીની કિમંતો ઓછી હોય છે. શિયાળામાં વધુ વપરાશ થતા એવા ગાજર, વટાણા, કોબીજ અને લીલા શાકભાજીના ભાવમાં હડતાળના કારણે વધારો થયો છે. જ્યારે દૈનિક વધુ વપરાશમાં લેવાતી અને ગરીબો માટે રાજા સમાન એવી ડુંગળીની આવક પણ ઘટી છે. વેપારીઓના મતે શિયાળામાં શાકભાજી નિયમિત આવક થતા દરરોજ 650 થી 700 ગાડીઓ આવતી હોય છે પરંતુ હડતાળના કારણે તેમાં ઘટાડો થતા આજે આજે 550 થી 575 ગાડીઓ આવી છે. શાકભાજીનો જરૂરિયાત મુજબ પુરવઠો ના મળતા જે-તે સ્થાન પર શાકભાજીના ભાવ બમણા થયા હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે દેશમાં જીવનજરૂરી દૂધ, શાક અને ફળો જેવી ચીજવસ્તુઓ માટે રાજ્યો પરસ્પર નિર્ભર છે.  રાજયોની જરૂરીયાત મુજબની માંગ પૂર્ણ કરવા ટ્રક દ્વારા માલસામાન પંહોચાડવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન કાનૂનને લઈને ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતરતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં બમણો વધારો થતા ગૃહીણીઓના બજેટ પર અસર થઈ શકે છે.

ગત રાત્રે કેન્દ્ર સરકાર અને ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (AIMTC) વચ્ચે હડતાળ ખતમ કરવા માટે સમજૂતી થઈ હતી. સરકાર તરફથી કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મીડિયાને જણાવ્યું કે અમે ખાતરી આપીએ છીએ કે હિટ એન્ડ રનનો નવો કાયદો AIMTC સાથે ચર્ચા કર્યા વિના લાગુ કરવામાં આવશે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:

આ પણ વાંચો: