Not Set/ UN માં પાકિસ્તાનની રાજદૂત મલીહા લોધીએ એક ટ્વિટ કરી પાક.નું કપાયુ નાક, માગી માંફી

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં રાજદૂત મલિહા લોધીએ ફરી એક વખત તેમના દેશને નાક કપાઇ છે. સોમવારે, પાકિસ્તાનનાં વડા પ્રધાને બ્રિટીશ વડા પ્રધાન બોરીસ જ્હોનસન સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ મલિહા લોધીએ એક ટ્વીટ કર્યું હતું કે જે પછી તેમને માફી માંગવી પડી હતી. મલિહાએ ટ્વીટ કર્યું કે, “વડા પ્રધાન ઇમરાન ખાન આજે સવારે બ્રિટીશ વિદેશ મંત્રી […]

Top Stories World
Maleeha Lodhi UN માં પાકિસ્તાનની રાજદૂત મલીહા લોધીએ એક ટ્વિટ કરી પાક.નું કપાયુ નાક, માગી માંફી

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં રાજદૂત મલિહા લોધીએ ફરી એક વખત તેમના દેશને નાક કપાઇ છે. સોમવારે, પાકિસ્તાનનાં વડા પ્રધાને બ્રિટીશ વડા પ્રધાન બોરીસ જ્હોનસન સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ મલિહા લોધીએ એક ટ્વીટ કર્યું હતું કે જે પછી તેમને માફી માંગવી પડી હતી. મલિહાએ ટ્વીટ કર્યું કે, “વડા પ્રધાન ઇમરાન ખાન આજે સવારે બ્રિટીશ વિદેશ મંત્રી બોરિસ જ્હોનસનને મળ્યા.” જ્યારે બોરિસ જ્હોનસન બ્રિટનનાં વડા પ્રધાન છે.

મલિહાએ તુરંત જ તેમની ભૂલનો અહેસાસ થયો અને પોતાનું ટ્વિટ ડિલીટ કર્યું અને બીજુ એક ટ્વિટ કરીને કહ્યું, ‘છેલ્લી ટ્વિટમાં લખેલી ભૂલો માટે હુ દિલગીર છુ. આપને જણાવી દઇએ કે ઇમરાન ખાન બ્રિટીશ વડા પ્રધાનને મળ્યા હતા. આ પહેલીવાર નથી જ્યારે મલીહા લોધીએ આવી ભૂલ કરી હોય, તેણે ભૂતકાળમાં પણ આવું કર્યું છે.

2017 માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં, મલિહાએ વિશ્વને પેલેટ ગન વિશે ખોટી માહિતી આપી હતી. મલિહા લોધીએ યુએન જનરલ એસેમ્બલીમાં ખોટી તસવીર શેર કરતાં કાશ્મીરનાં ગાઝાની એક ઘાયલ ફિલિસ્તીની મહિલા હોવાનુ બતાવ્યુ હતુ. ત્યારે મલિહાએ કહ્યું હતુ કે આ ભારતની લોકશાહીનો ચહેરો છે. નોંધનીય બાબત એ છે કે આ તસવીર લગભગ બે વર્ષ પહેલાં ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થઈ હતી.

Image result for maleeha lodhi

આ તસવીરને લઇને તેને યુએનજીએ તરફથી ઠપકો મળ્યો હતો. તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મલિહા લોધીને રાઇટ ટૂ રિપ્લાયનો ઉપયોગ કરીને લોધીને આકરો જવાબ આપ્યો હતો. આ સિવાય કેટલાક દિવસો પહેલા પાકિસ્તાનનાં ભૂતપૂર્વ રાજદ્વારી અબ્દુલ બાસિતે પણ એક પોર્ન અભિનેતાની તસવીરને રીટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે તે કાશ્મીરી શખ્સ છે અને કહ્યું હતું કે પેલેટ બંદૂકથી ગોળી વાગવાના કારણે તેણે તેની આંખ ગુમાવી દીધી છે. બાદમાં, બાસિતનું તે જૂઠ્ઠું પકડાયું ત્યારે તેણે ટ્વીટ ડિલીટ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.