Political/ માસ્ક ન પહેરવાનાં સવાલ પર સંજય રાઉતે કહ્યુ- હુ PM ને ફોલો કરું છુ

માસ્ક ન પહેરવા સંબંધિત સવાલનાં જવાબમાં શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું કે, તેઓ PM મોદીને ફોલો કરે છે. વાસ્તવમાં સંજય રાઉત ગુરુવારે મહારાષ્ટ્રનાં નાસિકમાં એક કાર્યક્રમમાં હાજર હતા.

Top Stories India
સંજય રાઉત અને PM મોદી

શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે ગુરુવારે નાસિકમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં તે માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા. કાર્યક્રમ બાદ જ્યારે તેમને માસ્ક ન પહેરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે જવાબ આપ્યો કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરું છું.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું શૈક્ષણિક અધિવેશન

આપને જણાવી દઇએ કે, માસ્ક ન પહેરવા સંબંધિત સવાલનાં જવાબમાં શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે કહ્યું કે, તેઓ PM મોદીને ફોલો કરે છે. વાસ્તવમાં સંજય રાઉત ગુરુવારે મહારાષ્ટ્રનાં નાસિકમાં એક કાર્યક્રમમાં હાજર હતા. આ કાર્યક્રમમાં તે માસ્ક વગર જોવા મળ્યા હતા. જ્યારે પત્રકારોએ તેમને માસ્ક ન પહેરવાનું કારણ પૂછ્યું તો તેમણે PM મોદીનું ઉદાહરણ આપ્યું. પત્રકારોએ રાજ્યસભાનાં સાંસદને પૂછ્યું કે તેમણે માસ્ક કેમ નથી પહેર્યું? આ સવાલનાં જવાબમાં સંજય રાઉતે કહ્યું, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને માસ્ક પહેરવાનું કહે છે. પરંતુ તે પોતે પહેરતા નથી. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માસ્ક પહેરે છે, પરંતુ મોદી રાષ્ટ્રનાં નેતા છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનુસરું છું, તેથી હું માસ્ક નથી પહેરતો..અને લોકો પણ માસ્ક નથી પહેરતા.’ જો કે, શિવસેનાના પ્રવક્તાએ કહ્યું કે, તમામ લોકોએ માસ્ક પહેરવા જોઈએ અને જાહેર કાર્યક્રમો દરમ્યાન વધારાની કાળજી લેવી જોઈએ. સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, મહત્વનાં આદેશો હવે લાગુ કરવામાં આવ્યા છે. મને આશા છે કે આવનારા દિવસોમાં કોરોનાનાં કેસો નહીં વધે. NCP સાંસદ સુપ્રિયા સુલે, તેમના પતિ સદાનંદ સુલે, NCP ધારાસભ્ય પ્રાજકત તાનપુરે, મહારાષ્ટ્રનાં શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ તમામનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેથી જાહેર કાર્યક્રમમાં સૌએ ખાસ કાળજી લેવી જોઈએ.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  ચુડાના ખાંડીયા ગામના યુવાનનું મૃત્યુ!પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો,પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી

આપને જણાવી દઈએ કે, ભારતમાં ગુરુવારે કોરોનાનાં 16,574 નવા કેસ નોંધાયા હતા, જે 70 દિવસમાં દૈનિક કેસોમાં સૌથી વધુ છે. મહારાષ્ટ્ર, કેરળ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોનાનાં નવા કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે દિલ્હી, હરિયાણા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઝારખંડને ઘરેલુ મુસાફરી અને લગ્ન, ઉજવણી અને રજાઓ જેવા વિવિધ કાર્યક્રમોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા જણાવ્યું છે.