UK PM Race/ બ્રિટનના આગામી PMની રેસમાં ઋષિ સુનક ટોપ પર,ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 મત મળ્યા,હવે 4 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનશને રાજીનામું આપી દીધા બાદ નવા પીએમ પદના દાવેદારોની હાલ પ્રતિસ્પર્ધા ચાલી રહી છે, જેમા ભારત મૂળના ઋષિ સુનાક આ રેસમાં સૌથી ટોપ પર ચાલી રહ્યા છે

Top Stories World
26 બ્રિટનના આગામી PMની રેસમાં ઋષિ સુનક ટોપ પર,ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 મત મળ્યા,હવે 4 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનશને રાજીનામું આપી દીધા બાદ નવા પીએમ પદના દાવેદારોની હાલ પ્રતિસ્પર્ધા ચાલી રહી છે, જેમા ભારત મૂળના ઋષિ સુનાક આ રેસમાં સૌથી ટોપ પર ચાલી રહ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ પાર્લામેન્ટના સભ્યોમાં સોમવારે યુકેના ભૂતપૂર્વ નાણાપ્રધાન ઋષિ સુનક સૌથી ટોપ પર છે.  તેમના હરીફ ટોમ તુગેન્ધાતને સૌથી ઓછા મત મળ્યા, જેના કારણે તેઓ વડાપ્રધાન બનવાની રેસમાંથી બહાર થઈ ગયા. ભારતીય મૂળના બ્રિટિશ રાજકારણી ઋષિ સુનકને ત્રીજા રાઉન્ડના મતદાનમાં 115 મત મળ્યા હતા. સુનક ઉપરાંત વેપાર મંત્રી પેની મોર્ડેન્ટને 82 વોટ, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને 71 વોટ અને કેમી બેડેનોકને 58 વોટ મળ્યા હતા. મંગળવારે મતદાનના આગલા રાઉન્ડમાં સૂચિ વધુ સંકોચાય તેવી અપેક્ષા છે. ગુરુવાર સુધી માત્ર બે ઉમેદવારો જ મેદાનમાં રહેશે. 5 સપ્ટેમ્બર સુધીમાં, વિજેતા ઉમેદવાર તત્કાલિન વડા પ્રધાન બોરિસ જોનસનની જગ્યાએ નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે.

ભારતીય મૂળના બ્રિટિશ રાજનેતા અને બોરિસ જોનસન સરકારમાં નાણામંત્રી રહેલા ઋષિ સુનક શરૂઆતથી જ પીએમ બનવાની રેસમાં આગળ છે. પહેલા રાઉન્ડના વોટિંગમાં સુનકને 88 વોટ મળ્યા હતા, તેમને બીજા રાઉન્ડના મતદાનમાં 101 મત મળ્યા હતા.

બ્રિટનના વડા પ્રધાનપદના અગ્રણી ઋષિ સુનકે કહ્યું કે તેમને તેમના ભારતીય સસરા ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની સિદ્ધિઓ પર ગર્વ છે. રવિવારે રાત્રે ITV ચેનલ પર ચર્ચા દરમિયાન તેમણે કહ્યું, ‘હું હંમેશા સામાન્ય રીતે બ્રિટિશ કરદાતા રહ્યો છું. મારી પત્ની બીજા દેશની છે તેથી તેની સાથે અલગ વર્તન કરવામાં આવે છે, પરંતુ આ મુદ્દો ઉકેલાઈ ગયો હતો.