Not Set/ ઈમરાન ખાનનું અમેરિકા પહોચ્યા બાદ થયુ અપમાન, એરપોર્ટ પર સ્વાગત માટે કોઇ અધિકારી ન આવ્યાં

ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનાં પ્રવાસે છે, જ્યા ડોનાલ્ડ ટ્રમ્પ તેમનુ પૂરા સમ્માનથી સ્વાગત કરી રહ્યા છે. બીજી તરફ, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકા પહોંચી ગયા છે. જોકે, ઇમરાન ખાનને એરપોર્ટ પહોંચતાની સાથે જ અપમાનનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે તેના ટ્વિટર હેન્ડલમાં ઇમરાન ખાનનો એક વીડિયો શેર કર્યો […]

Top Stories World
imran khan ઈમરાન ખાનનું અમેરિકા પહોચ્યા બાદ થયુ અપમાન, એરપોર્ટ પર સ્વાગત માટે કોઇ અધિકારી ન આવ્યાં

ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાનાં પ્રવાસે છે, જ્યા ડોનાલ્ડ ટ્રમ્પ તેમનુ પૂરા સમ્માનથી સ્વાગત કરી રહ્યા છે. બીજી તરફ, પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન પણ અમેરિકા પહોંચી ગયા છે. જોકે, ઇમરાન ખાનને એરપોર્ટ પહોંચતાની સાથે જ અપમાનનો સામનો કરવો પડ્યો છે.

Image result for imran khan and modi

પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે તેના ટ્વિટર હેન્ડલમાં ઇમરાન ખાનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ છે કે ઇમરાન ખાને ખૂબ અપમાન સહન કર્યું છે. કોઈ અધિકારીઓ તેમને આવકારવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ન હોતા. ઇમરાન ખાનને આવકારવા સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં રાજદૂત માલિહા લોધી, યુનાઇટેડ સ્ટેટ્સમાં પાકિસ્તાની રાજદૂત અસદ મજીદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. ઇમરાન ખાન સાથે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી પણ આવ્યા છે.

Related image

ઇમરાન ખાન સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની વિશેષ ફ્લાઇટથી યુએસ પહોંચ્યા હતા. સાઉદીનાં ક્રાઉન પ્રિન્સે કોમર્શિયલ ફ્લાઇટમાં યુ.એસ. રવાના થવાની ના પાડી અને તેની ખાસ ફ્લાઇટમાં મુસાફરી કરવાનો અનુરોધ કર્યો. આપને જણાવી દઈએ કે, ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા પહોંચ્યા હતા, ત્યારે એરપોર્ટ પર અમેરિકન અધિકારીઓ તેમને આવકારવા માટે એક સંપૂર્ણ સ્ટાફ સાથે પહોચી ગયા હતા. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરનાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ને સંબોધન કરશે. આ દિવસે પીએમ મોદી યુએનજીએ ખાતે પણ પોતાનું ભાષણ આપશે. આ વખતે ઇમરાન ખાનનું પૂર્ણ ધ્યાન યુએનજીએમાં તેમની ભાષણમાં કાશ્મીર મુદ્દા પર રહેશે. ઇમરાન ખાન 23 સપ્ટેમ્બરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે. 24 સપ્ટેમ્બરનાં રોજ ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ દ્વારા યોજાયેલા રિસેપ્શનમાં ભાગ લેશે. તે જ દિવસે, તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ દ્વારા યોજાયેલા રિસેપ્શનમાં હાજરી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.