Not Set/ પોખરણ-2 ની વર્ષગાંઠ પર PM મોદીએ પૂર્વ વડા પ્રધાન વાજપાઇનાં નેતૃત્વને કર્યુ યાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મે 1998 એ પોખરણમાં ભારતનાં પરમાણુ પરિક્ષણની 22 મી જયંતીએ દેશનાં વૈજ્ઞાનિકોને સલામ કરી છે. તેમણે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નેતૃત્વ પણ યાદ કર્યું. અણુ ટેકનોલોજીમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિનાં સ્મરણાર્થે 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, ‘રાષ્ટ્રીય […]

India
9f34695efae9c9e9273163292018be0a પોખરણ-2 ની વર્ષગાંઠ પર PM મોદીએ પૂર્વ વડા પ્રધાન વાજપાઇનાં નેતૃત્વને કર્યુ યાદ
9f34695efae9c9e9273163292018be0a પોખરણ-2 ની વર્ષગાંઠ પર PM મોદીએ પૂર્વ વડા પ્રધાન વાજપાઇનાં નેતૃત્વને કર્યુ યાદ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મે 1998 એ પોખરણમાં ભારતનાં પરમાણુ પરિક્ષણની 22 મી જયંતીએ દેશનાં વૈજ્ઞાનિકોને સલામ કરી છે. તેમણે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નેતૃત્વ પણ યાદ કર્યું. અણુ ટેકનોલોજીમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિનાં સ્મરણાર્થે 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટ કર્યું હતું કે, ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર અમારું રાષ્ટ્ર તે દરેકને સલામ કરે છે જે અન્યોનાં જીવનમાં સકારાત્મક તફાવત લાવવા માટે ટેકનોલોજીનો લાભ લઈ રહ્યા છે. 1998 માં આ દિવસે અમારા વૈજ્ઞાનિકોની અસાધારણ સિદ્ધિ અમને યાદ છે. તે ભારતનાં ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી.

એક અન્ય ટ્વીટમાં પીએમ મોદીએ તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં રાજકીય નેતૃત્વને સલામ આપી હતી. તેમના મન કી બાતકાર્યક્રમથી સંબંધિત વીડિયો શેર કરતાં તેમણે લખ્યું કે, ‘1998 માં પોખરણનાં પરીક્ષણે તે પણ બતાવ્યુ કે એક મજબૂત રાજકીય નેતૃત્વ કેવી પ્રકારનો તફાવત લાવી શકે છે. મન કી બાતનાં એક કાર્યક્રમમાં મેં પોખરણ, ભારતીય વૈજ્ઞાનિકો અને અટલ જી નાં અદ્ભુત નેતૃત્વ હેઠળ આ વાતો કહી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ટેકનોલોજી વિશ્વને કોરોનામાંથી મુક્ત કરવા પ્રયાસ કરી રહી છે. તેમણે લખ્યું, ‘વિશ્વને COVID-19 મુક્ત કરવાના પ્રયત્નમાં ટેક્નોલોજી ખૂબ મદદરૂપ થઈ છે. કોરોના વાયરસને હરાવવા માટે નવી પદ્ધતિઓ પર સંશોધન અને નવીનતા તરફ દોરી રહેલા લોકોને હું સલામ કરું છું. અમે આ ગ્રહને વધુ આરોગ્યપ્રદ અને વધુ સારો બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, “1998 નાં પરમાણુ પરિક્ષણોની વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસને યાદ કરતા સાથી નાગરિકોને અભિનંદન.” આ પ્રસંગે, આપણે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવામાં વૈજ્ઞાનિક સમુદાયનાં અવિનય યોગદાનની ઉજવણી કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.