ચક્રવાતી તોફાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાતને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. રવિવારે જ આ વાવાઝોડું મુંબઈથી પસાર થવાની સંભાવના છે. કર્ણાટકમાં ભારે વરસાદને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.
ચક્રવાત તોફાન ગોવા કિનારે ત્રાટક્યું છે. ત્યાં તેની અસર પણજીમાં જોવા મળી હતી. ચક્રવાતી તોફાનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ગુજરાતને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. રવિવારે જ તે મુંબઈથી પસાર થવાની સંભાવના છે. કર્ણાટકમાં ભારે વરસાદને કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યના કુલ 73 ગામોને આની અસર થઈ છે. ગોવામાં ભારે વરસાદ અને ઝાડ પડી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આમ ચક્રવાતના કારણે અત્યાર સુધીમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ‘તૌક્તે’ ચક્રવાત ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે અને ગુજરાત કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આઇએમડીએ કહ્યું કે તેણે ગુજરાત અને દમણ અને દીવ માટે યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
ગોવામાં મસાલાધાર વરસાદ અનેક વૃક્ષો ધરાસાઈ
રવિવારે સવારે વાવાઝોડુ ગોવાના દરિયા કાંઠે ટકરાયું હતું. અહીં સમુદ્રમાં ઉંચી લહેરો જોવા મળી હતી. ભારે પવન સાથે ગોવાના દરિયાકાંઠે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. અહીંના રસ્તા પર અનેક વૃક્ષો પણ પડી ગયા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ ચક્રવાત ‘તૌક્તે’ ના પગલે રાહત અને બચાવ કામગીરી માટે તેની ટીમોની સંખ્યા 53 થી વધારીને 100 કરી દીધી છે.
આ રાજ્યોમાં તોફાનને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે
તૌક્તેને લઈને ઘણા રાજ્યોમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. એક તરફ, કર્ણાટકમાં ચક્રવાત વચ્ચે ભારે વરસાદને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને રાજ્યના કુલ 73 ગામોને ચક્રવાતથી અસર થઈ છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ અને રત્નાગિરિ જિલ્લાઓ સાથે ગોવા મોટાભાગે વરસાદ અને ભારે પવનથી પ્રભાવિત થશે. પવનની ગતિ પ્રતિ કલાક 60 થી 70 કિ.મી. જેટલી હશે. વાવાઝોડા ‘તૌક્તે’ ને કારણે દક્ષિણ રાજસ્થાનના જોધપુર, ઉદેપુર, અજમેર અને કોટાફૂંકાશે.
જે પી નડ્ડાએ ભાજપના નેતાઓ ને લોકોને મદદ કરવા કહ્યું..
ચક્રવાત ‘તૌક્તે’ ને લઇ ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ રવિવારે દરિયાકાંઠાના રાજ્યોના પક્ષના નેતાઓ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે પાર્ટીના સભ્યો લોકોની દરેક શક્ય મદદ કરશે. ભાજપના સાંસદો, ધારાસભ્યો અને ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, દમણ અને દીવ અને ગુજરાતના પદાધિકારીઓએ નડ્ડા સાથે ડિજિટલ સંવાદમાં ભાગ લીધો હતો. બીજેપી અધ્યક્ષે બાદમાં ટ્વીટ કર્યું હતું કે ચક્રવાત ‘તૌક્તે’ ગોવાના, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, દમણ અને દીવ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારના ભાજપના સાંસદો, ધારાસભ્યો અને રાજ્ય અધિકારીઓ સાથે રાહત કામગીરીની ચર્ચા કરી હતી. અમે કોવિડ -19 સૂચનાઓનું પાલન કરીને તમામ શક્ય સહાય પ્રદાન કરીશું.