Not Set/ કાશ્મીરમાં થઈ રહી છે ચૂંટણીની તૈયારી,અમિત શાહ 3 દિવસના કાશ્મીર પ્રવાસે

બીજેપીના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સાંસદ સત્ર પછી ત્રણ દિવસ માટે કાશ્મીર પ્રવાસે જશે. શાહ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા માટે કાશ્મીર પાર્ટીના કાર્યક્રમમાં શામેલ થશે. શાહ કાશ્મીર ઘાટીના અલગ-અલગ જિલ્લામાં કાર્યક્રર્તાઓની સાથે બેઠક કરશે, તો સભ્યતા અભિયાન માટે કાર્યક્રર્તાઓને વધુ સભ્ય બનાવવા માટે પ્રેરિત કરશે. કાશ્મીર પછી અમિત શાહ આ જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીની […]

Top Stories India
arja 5 કાશ્મીરમાં થઈ રહી છે ચૂંટણીની તૈયારી,અમિત શાહ 3 દિવસના કાશ્મીર પ્રવાસે

બીજેપીના અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સાંસદ સત્ર પછી ત્રણ દિવસ માટે કાશ્મીર પ્રવાસે જશે. શાહ વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા માટે કાશ્મીર પાર્ટીના કાર્યક્રમમાં શામેલ થશે. શાહ કાશ્મીર ઘાટીના અલગ-અલગ જિલ્લામાં કાર્યક્રર્તાઓની સાથે બેઠક કરશે, તો સભ્યતા અભિયાન માટે કાર્યક્રર્તાઓને વધુ સભ્ય બનાવવા માટે પ્રેરિત કરશે.

કાશ્મીર પછી અમિત શાહ આ જ મહિનામાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે 2 દિવસ જમ્મૂના પ્રવાસે પણ જશે અને ત્યાં બૂથ ઇનચાર્જની બેઠકને સંબોધિત કરશે. સૂત્રો અનુસાર, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કાશ્મીર ઘાટીમાં વધુ વિધાનસભા સીટ જીતવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કાશ્મીરની ઘાટીમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરવાથી મહબૂબા મુફ્તી સહિત ઘાટીના બીજી નેતાઓનું ઉંઘ ઉડાડી દીધી છે. તેઓને આશંકા છે કે ઘાટીમાં કંઇક મોટુ થવાનું છે. મહેબૂબા મુફ્તીએ આ અંગે રાજ્યપાલ સાથે પણ મુલાકાત કરી હતી.

મહેબૂબા મુફ્તીએ કહ્યુ કે, અમારા રાજ્યપાલ સત્યાપાલ મલિકજીની સાથે મુલાકાત કરીને અફવાહોથી દૂર રહેવાનું અનુરોધ કર્યો, જેના કારણે ઘાટીમાં ડરની સ્થિતિ ઉભી થાય નહીં.

જમ્મૂ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની  BAT ( બોર્ડર એક્શન ટીમ )ની ઘુસપેઠની તમામ પ્રયત્નોને નાકામ કરી દીધી. આંતકીઓ સાથે મુઠભેડમાં ભારતીય સેનાએ 5-7 પાકિસ્તાની સેનાના BAT કમાન્ડો/ આતંકીઓને માર્યા.

ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની નિયત્રંણ રેખા (LOC) પર માર્યા ગયા આતંકવાદીઓના શવને લઇ જવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. ભારતીય સેનાને પાકિસ્તાની સેનાને શવ લઇ જવા માટે સફેદ ઝંડાની સાથે પ્રસ્તાવ મોકલ્યો છે. જોકે પાકિસ્તાન તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી નથી.

સેનાએ પૂરાવા તરીકે તેમાં 4 શવની સેટેલાઇટથી ફોટો મોકલી હતી. સત્તાવાર સૂત્રોનુસાર, પાકિસ્તાની તરફથી કાશ્મીરની શાંતિ ભંગ કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને ફાયરિંગની આડમાં જેશ-ઐ-મોહમ્મદના આંતકવાદીઓને ભારત ઘુસાડવામાં પ્રયત્નમાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.