Not Set/ યુવીમાં હજુ ક્રિકેટ બાકી, ગ્લોબલ ટી 20 લીગમાં ધમાકેદાર ઓલરાઉન્ડર પ્રદર્શન, આલોચકોને આપ્યો જવાબ

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે કેનેડામાં રમાઈ રહેલી ગ્લોબલ ટી 20 લીગમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય અને આઈપીએલમાંથી નિવૃત્ત થયેલા યુવીએ શનિવારે ટોરોન્ટો નેશનલ્સ તરફથી શાનદાર પ્રદર્શન કરતા ધમાકેદાર અંદાજમાં 51 રન બનાવ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. આપને જણાવી દઇએ કે યુવી ગ્લોબલ ટી 20 લીગમાં ટોરોન્ટો નેશનલ્સની કેપ્ટનશીપ […]

Uncategorized
yuvi allrounder યુવીમાં હજુ ક્રિકેટ બાકી, ગ્લોબલ ટી 20 લીગમાં ધમાકેદાર ઓલરાઉન્ડર પ્રદર્શન, આલોચકોને આપ્યો જવાબ

ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે કેનેડામાં રમાઈ રહેલી ગ્લોબલ ટી 20 લીગમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય અને આઈપીએલમાંથી નિવૃત્ત થયેલા યુવીએ શનિવારે ટોરોન્ટો નેશનલ્સ તરફથી શાનદાર પ્રદર્શન કરતા ધમાકેદાર અંદાજમાં 51 રન બનાવ્યા હતા અને એક વિકેટ પણ લીધી હતી. આપને જણાવી દઇએ કે યુવી ગ્લોબલ ટી 20 લીગમાં ટોરોન્ટો નેશનલ્સની કેપ્ટનશીપ પણ કરી રહ્યો છે. એટલું જ નહીં, પોતાના સમયમાં પોઇન્ટનાં શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે ઓળખાતા યુવરાજે આ મેચમાં બે કેચ પણ પકડ્યા હતા. જો કે, યુવરાજ સિંહનું ધમાકેદાર ઓલરાઉન્ડ પ્રદર્શન તેમની ટીમને બ્રેંપ્ટન વોલ્વ્સ સામે જીત મેળવવામાં મદદ કરવામાં સફળ રહ્યુ નહી.

aa5bf 15648630578348 500 યુવીમાં હજુ ક્રિકેટ બાકી, ગ્લોબલ ટી 20 લીગમાં ધમાકેદાર ઓલરાઉન્ડર પ્રદર્શન, આલોચકોને આપ્યો જવાબ

આ મેચમાં યુવરાજસિંહે 231.81 નાં સ્ટ્રાઇક રેટથી માત્ર 22 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ધમાકેદાર છક્કા અને ત્રણ ચોક્કા લગાવ્યા હતા. જો કે યુવીની આ ધમાકેદાર ઇનિગ્સ પણ તેની ટીમને હારથી બચાવી ન શકી. જણાવી દઇએ કે, ટોરોન્ટો નેશનલ્સની આ ચાર મેચમાં આ ત્રીજી હાર છે અને આ જ કારણથી તે પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. યુવરાજ સિંહનાં નેતૃત્વ હેઠળની ટોરોન્ટો નેશનલ્સ માટે હવે સેમિફાઇનલનો માર્ગ મુશ્કેલ બની ચુક્યો છે.

yuvraj યુવીમાં હજુ ક્રિકેટ બાકી, ગ્લોબલ ટી 20 લીગમાં ધમાકેદાર ઓલરાઉન્ડર પ્રદર્શન, આલોચકોને આપ્યો જવાબ

આપને જણાવી દઇએ કે પહેલી બેટિંગ માટે આમંત્રિત થયેલા બ્રેંપ્ટન વોલ્વ્સે જોર્જ મુનસે (36 બોલમાં 66 રન,6 છક્કા અને 5 ચોક્કા) ની શાનદાર અડધી સદી અને બાબર હયાત(18 બોલમાં 48, અણનમ બે ચોગ્ગા અને પાંચ છગ્ગા) ની એક તોફાની ઇનિંગ્સની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. ટોરોન્ટો વતી, કેપ્ટન યુવરાજ સિંહ, સંદીપ લામિછાને, મોઇઝેસ હેનરિક્સ અને જેરેમી ગોર્ડનને એક-એક વિકેટ લીધી હતી.

yuvraj singh 1564901267 યુવીમાં હજુ ક્રિકેટ બાકી, ગ્લોબલ ટી 20 લીગમાં ધમાકેદાર ઓલરાઉન્ડર પ્રદર્શન, આલોચકોને આપ્યો જવાબ

223 રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટોરોન્ટો નેશનલ્સની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 211 રન બનાવી શકી હતી. યુવરાજ સિંહ ટીમનો સર્વશ્રેષ્ઠ સ્કોરર હતો. તેના સિવાય રોડ્રિગો થોમસ (28), બ્રેન્ડન મૈકુલમ (36) અને હેનરિચ ક્લાસેન (35) રન જ બનાવી શક્યા હતા. જ્યારે યુવી ક્રીઝ પર આવ્યો ત્યારે ટોરોન્ટોએ બે વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા. જે પછી, યુવીએ ધમાકેદાર બેટિંગ કરતા પોતાની ટીમને ટાર્ગેટની ઘણી નજીક પહોચાડી દીધો હતો. યુવીએ છક્કો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.