Not Set/ મમ્મીની આ બે ફિલ્મોની રીમેકમાં કામ કરી શકે છે સારા અલી ખાન

મુંબઇ, સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન એક પછી એક બે હિટ ફિલ્મો આપી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં છવાઇ ગઈ છે. તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’માં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. તે પછી સારા ફિલ્મ ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે જોવા મળી હતી. આ બંને ફિલ્મો બોક્સ ઑફિસમાં સફળ થઈ છે. સારા […]

Uncategorized
mmo 17 મમ્મીની આ બે ફિલ્મોની રીમેકમાં કામ કરી શકે છે સારા અલી ખાન

મુંબઇ,

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન એક પછી એક બે હિટ ફિલ્મો આપી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં છવાઇ ગઈ છે. તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’માં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. તે પછી સારા ફિલ્મ ‘સિમ્બા’માં રણવીર સિંહ સાથે જોવા મળી હતી. આ બંને ફિલ્મો બોક્સ ઑફિસમાં સફળ થઈ છે.

Image result for sarah lalji khan

સારા અલી ખાન તેના બેબાક અંદાજ માટે પણ ખૂબ પ્રસિદ્ધ થઇ ગઈ છે. સારા અલીની તુલના ઘણીવાર તેની માતા અમૃતા સિંહ સાથે કરવામાં આવે છે. તેનો લૂક અને અવાજ તેની માતા જેવો જ સમાન છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં, સારાએ તેની માતા અમૃતા સિંહની બે ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

Related image

સારાની સરખામણી તેની માતા સાથે કરવામાં આવતા સારાએ કહ્યું કે તે તેની માતા જેટલી સારી એક્ટ્રેસ નથી થઇ શકતી. તેણે કહ્યું, મને નથી લાગતું કે હું મારી માં જેટલી સારી એક્ટિંગ કરી શકું છું, પરંતુ જો મને તક મળે તો હું ‘ચમેલી કી શાદી’માં તેમની ભૂમિકા ભજવવા માંગું છું. તે શાનદાર હતું અને માં નું ટાઈમિંગ ગજબ હતું.

Image result for amrita singh aaina

આ ઉપરાંત, મને ફિલ્મ ‘બેતાબ’ ફિલ્મમાં તેમની માસૂમિયત પણ ખુબ જ પસંદ આવી હતી આ ફિલ્મમાં તેઓ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા. જો ફિલ્મ ‘આઈના’ ફરી બનાવામાં આવે તો હું તેમાં પણ તેની ભૂમિકા ભજવવા માંગું છું.

Image result for sara ali khan amrita singh