Not Set/ કોરોનાવાઈરસ/ પુરુષોની સરખામણીએ મહિલાઓને ઓછી અસર કરે છે …? જાણો સામે આવ્યાં ચોંકવનારા કારણો

કોરોના ભલે દેશ, શહેર, ધર્મ, જાતિના આધારે કોઈનો શિકાર ના કરતું હોય પરંતુ લિંગભેદના આધારે તો અરી જ રહ્યો છે. વિશ્વભરમાં થયેલા રિસર્ચ અને આંકડાઓ અનુસાર, કોરોના સ્ત્રી અને પુરુષને ટાર્ગેટ કરવા મામલે ભેદભાવ કરી રહ્યું છે. કોરોનાના મોટાભાગનો ભોગ બનનાર દર્દીઓ પુરુષ છે. જ્યારે મહિલઓનું પ્રમાણ ઓછું છે. વિશ્વમાં કોરોના સંક્રમિત દર્દીઓ હોય કે […]

Uncategorized
3ab48b31719cd1d8db306a02ab4645c0 કોરોનાવાઈરસ/ પુરુષોની સરખામણીએ મહિલાઓને ઓછી અસર કરે છે ...? જાણો સામે આવ્યાં ચોંકવનારા કારણો

કોરોના ભલે દેશ, શહેર, ધર્મ, જાતિના આધારે કોઈનો શિકાર ના કરતું હોય પરંતુ લિંગભેદના આધારે તો અરી જ રહ્યો છે. વિશ્વભરમાં થયેલા રિસર્ચ અને આંકડાઓ અનુસાર, કોરોના સ્ત્રી અને પુરુષને ટાર્ગેટ કરવા મામલે ભેદભાવ કરી રહ્યું છે. કોરોનાના મોટાભાગનો ભોગ બનનાર દર્દીઓ પુરુષ છે. જ્યારે મહિલઓનું પ્રમાણ ઓછું છે. વિશ્વમાં કોરોના સંક્રમિત દર્દીઓ હોય કે પછી તેના કારણે જીવ ગુમાવનાર લોકો, બંને મામલે પુરુષોની જ સંખ્યા વધારે છે. એક્સપર્ટ્સના મતે કોરોનાની મહિલાઓ પર વધુ અસર ના થવા પાછળ ખાસ કારણો રહેલા છે.

બ્રિટનના શાહી પરિવારથી લઈ ભારતમાં શાકભાજીની લારી ચલાવતા વ્યક્તિ સુધી કોરોનાએ કોઈને છોડ્યા નથી. દરેક સામાન્યથી લઈ વીવીઆઈપી સુધીની કક્ષાના લોકો તેના ભોગ બન્યા છે. આ વાઈરસ જાતિ, ધર્મ કે દેશ જેવા ભેદભાવ ના કરતા હોવાની ચર્ચા હતી.  પરંતુ હવે કોરોના પુરુષ અને સ્ત્રીમાં ભેદભાવ કરતું હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આ મહામારીએ સ્ત્રી-પુરુષો પર જુદી-જુદી રીતે અસર કરી છે.

Coronavirus case count in India by state | Coronavirus India cases

કોરોનાથી મરનારા લોકોના આંકડા જોઈએ જેમાં લિંગ ભેદ સ્પષ્ટ  જોઈ શકાય છે, જેમકે, ભારતમાં કુલ મોતમાં 80 ટકા પુરુષ-20 ટકા સ્ત્રી, ઈટાલીમાં 68 ટકા પુરુષ-32 ટકા મહિલા, અમેરિકામાં 62 ટકા પુરુષ-48 ટકા મહિલા, જ્યારે પાકિસ્તાનમાં 80 ટકા પુરુષ-20 ટકા મહિલા, સ્પેનમાં 63 ટકા પુરુષ-37 ટકા મહિલા અને જર્મનીમાં પણ 63 ટકા પુરુષ-37 ટકા મહિલા છે. ઓસ્ટ્રેલિયામાં મૃતકોમાં 60 ટકા પુરુષ અમે 40 ટકા મહિલાઓ, સ્વીડનમાં પણ 60-40નો રેશિયો છે, ઈરાનમાં 59 ટકા પુરુષ-41 ટકા મહિલા, કેનેડામાં 56 ટકા પુરુષ-44 ટકા મહિલાઓ, જ્યારે દ.કોરિયામાં કોરોનાને કારણે 53 ટકા પુરુષ અને 47 ટકા મહિલાએ જીવ ગુમાવ્યો છે.

Coronavirus Infection: What doctors treating Covid-19 in Wuhan say ...

એક અભ્યાસ પ્રમાણે સંપૂર્ણ વિશ્વમાં આવેલા કોરોના સંક્રમિતોમાંથી 58 ટકા પુરુષો અને 42 ટકા મહિલાઓ છે. કોરોનાના મૃતકોનો ડેટા રાખનારી ટીમ પુરુષોના વધુ મોત પાછળનું કારણ શોધી રહી છે. તાજેતરમાં 11 દેશોના હજારો લોકો પર યુરોપિયન હાર્ટ જર્નલ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું. જે અનુસાર મહિલાઓની સરખામણીએ ACE-2 પ્રોટીન પુરુષોમાં વધુ હોવું મોતની ટકાવારી અને સંક્રમણ વધારે થવા પાછળનું કારણ છે.

Coronavirus India cases: 1409 cases reported in last 24 hrs; no ...

ACE-2 એટલે કે એજ્નિયોટેન્સિન કંવટિંગ એન્જાઈમ-2 થકી વાઈરસ હ્યુમન સેલમાં પ્રવેશે છે. આ પ્રોટીન ફેફસા, હૃદય, કિડની અને આંતરડા ઉપરાંત પુરુષોના અંડકોષમાં પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે મહિલાઓમાં પુરુષોની સરખામણીએ ACE-2 પ્રોટીન ઓછા પ્રમાણમાં હોય છે. એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં ACE-2 પ્રોટીનનું કામ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું હોય છે. કોઈપણ વાઈરસ સામે લડવા ઈમ્યુન સિસ્ટમના જીન્સ X ક્રોમોજન પર વધુ જોવા મળે છે. મહિલાઓની ઈમ્યુનિટી એટલે સારી હોય છે કારણે કે તેમની અંદર 2 X ક્રોમોજોન હોય છે અને પુરુષોમાં એક.

Coronavirus testing methods: What you need to know | News | Al Jazeera

પુરુષો પોતાની ટેવોથી વિપરીત ઘરમાં રહેવા મજબૂર છે, જ્યારે બહાર જોવા પર સંક્રમણનું જોખમ પણ ‌વધારે છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ફિલિપ ગોલ્ડર અનુસાર મહિલાઓની ઈમ્યુનિટી સારી હોવાના કારણે તેમની પર કોઈપણ વાઈરસની અસર ઓછી થાય છે. પુરુષોમાં મહિલાઓ કરતા ઓછી ઈમ્યુનિટી ઉપરાંત નશો કરવાની ટેવ પણ તેમને ડેન્ઝર ઝોનમાં લાવે છે. જેના કારણે બીમારી ફેલાવવાની શક્યતા વધી જાય છે. સિગરેટ પીતા લોકોના નબળા ફેફસાંના કારણે તેઓ કોઈપણ સંક્રમણનો સરળતાથી ભોગ બની શકે છે.

Coronavirus cure: When will we have a drug to treat it? - BBC News

આ વાતતો સ્પષ્ટ છે કે પુરુષો મહિલાઓની સરખામણીએ વધુ સિગરેટ પીતા હોય છે. તેથી તેમને જોખમ પણ વધુ રહે છે. જેમને હૃદયની સમસ્યા, ડાયાબિટીસ, કેન્સર જેવી અન્ય બીમારીઓ હોય તેમની માટે પણ કોરોના ઘાતક નીવડે છે અને આવી બીમારીઓમાં પણ પુરુષો જ આગળ છે. તેથી ફરી તેમના સંક્રમિત થવા અને મોતની શક્યતા વધુ રહે છે. જ્યારે વૃદ્ધ મહિલાઓના સંક્રમિત થવા પર સ્વસ્થ થવાની શક્યતા વધુ હોય છે, પરંતુ તેમની હેલ્થ પર બીમારીની અસર લાંબા સમય સુધી જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.