Not Set/ રાજકોટમાં ખુલ્યો અનોખો ‘પ્રેમનો પટારો’, જરૂરિયાતમંદને મળી જશે જોઈતી વસ્તુ

રાજકોટ, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને યંગ ઈન્ડિયન્સ ગ્રુપનો અનોખો પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે જેમાં  શહેરીજનો વણઉપયોગી વસ્તુ આ પ્રેમના પટારામાં નાખી જશે, જરૂરીયાતમંદો તે વસ્તુ કામ લાગે તે માટે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. શહેરના રહેવાસીઓ પોતાને વણઉપયોગી હોય તેવી વસ્તુઓ કલેક્ટર ઓફિસના પરિસરમાં બનાવવામાં આવેલા એક પટારામાં તથા રાજકોટ શહેરના 18 […]

Top Stories Gujarat Rajkot
arja 4 રાજકોટમાં ખુલ્યો અનોખો 'પ્રેમનો પટારો', જરૂરિયાતમંદને મળી જશે જોઈતી વસ્તુ

રાજકોટ,

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને યંગ ઈન્ડિયન્સ ગ્રુપનો અનોખો પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે જેમાં  શહેરીજનો વણઉપયોગી વસ્તુ આ પ્રેમના પટારામાં નાખી જશે, જરૂરીયાતમંદો તે વસ્તુ કામ લાગે તે માટે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.

શહેરના રહેવાસીઓ પોતાને વણઉપયોગી હોય તેવી વસ્તુઓ કલેક્ટર ઓફિસના પરિસરમાં બનાવવામાં આવેલા એક પટારામાં તથા રાજકોટ શહેરના 18 અન્ય કલેક્શન સેન્ટર્સમાં જમા કરાવી શકશે. બીજી બાજુ, જરૂરિયાતમંદો પોતાના ખપની ચીજ-વસ્તુઓ લઈને મૂળભૂત જરૂરિયાતને સંતોષી શકશે.

તેમ તમારી બીનજરૂરી વસ્તુઓ કપડા, વાસણ, રમકડા, કોઇપણ ચીજવસ્તુ અન્ય જરૂરીયાતમંદને ઉપયોગી પણ બની શકે છે. બસ આ જ ક્ધસેપ્ટને ઘ્યાને લઇ રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ‘પ્રેમનો પટારો’ પ્રકલ્પ શરૂ કર્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાના જન્મદિવસ આ પ્રોજેક્ટ શરૂ કરી સમાજ પ્રત્યેની સંવેદના વ્યકત કરી છે.

રાજકોટ શહેર-જિલ્લામાં સૌરાષ્ટ્રનો પ્રથમ એવો પ્રેમનો પટારો પ્રકલ્પ શરૂ થયો છે. કોઇપણ વ્યકિત પોતાની કોઇ પણ વસ્તુ કે પોતાને જરૂરી નથી તેવી કપડા, વાસણ, રમકડા, પ્લાસ્ટીકની આઇટમ કે અન્ય કાંઇપણ આ પ્રેમના પટારામાં મુકી જાય, આવી ચીજવસ્તુ અન્ય જરૂરીયાતમંદો પ્રેમનો પટારો ખોલી આવીને લઇ જાય અને તેનો ઉપયોગ કરે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને ઈન્ડિયન ગ્રુપ દ્વારા પ્રેમના પટારાનો અનોખો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરીજનો વણઉપયોગી વસ્તુ આ પટારામાં નાખી જશે બાદમાં જરૂરીયાતમંદો આ વસ્તુ ત્યાંથી મેળવી તેનો ઉપયોગ કરતા થશે.

પ્રથમ તબક્કામાં આ પ્રેમનો પટારો કલેકટર કચેરીમાં શરૂ કરાવ્યો છે. ટુંક સમયમાં સમગ્ર રાજકોટ શહેરના જુદા-જુદા 11 સ્થળોએ આ પ્રેમનો પટારો મુકવામાં આવશે.

પ્રેમનો પટારો પ્રોજેક્ટ હેઠળ નિર્માણ પામેલા પટારામાં બે દિવ્યાંગોને નોકરી આપીને સરકાર એમની બેરોજગારીની સમસ્યાનો પણ અંત લાવશે. પ્રેમનો પટારો સેવાકાર્યની દસ્તાવેજી ફિલ્મ ત્યાં સ્થળ પર રજૂ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે કલેકટર તંત્ર અને ઇન્ડિયન યંગ ગ્રુપ દ્વારા જરૂરીયાતમંદ લોકોને વિવિધ ઉપયોગી ચીજવસ્તુ મળી રહે અને દાતાઓ આવી વસ્તુઓ આપી શકે તે માટે પ્રથમ તબક્કામાં કલેકટર કચેરીએ પ્રેમના પટારાની માનવતાવાદી પ્રકલ્પ સેવા શરૂ કરવામાં આવી છે. જેનો વ્યાપ શહેરના અન્ય વિસ્તાર તથા જિલ્લાભરમાં પણ વધારવામાં આવશે તેવુ અંતમાં ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.