Karnataka Vijayapura Crime 2026: કર્ણાટકના(Karnataka) વિજયાપુરા જિલ્લામાંથી એક અત્યંત લોહિયાળ અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં લાંબા સમયથી ચાલી રહેલા એક જમીન વિવાદના કારણે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 6 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, હત્યારાઓએ પહેલા આ તમામ લોકોને ગોળી મારી દીધી હતી અને ત્યારબાદ અત્યંત ક્રૂરતાપૂર્વક કુહાડીથી તેમના શબના ટુકડા કરી નાખ્યા હતા. આ નૃશંસ હત્યાકાંડને પગલે સમગ્ર રાજ્યમાં ભારે સનસનાટી મચી ગઈ છે.
બે પરિવારો વચ્ચેનો જમીન વિવાદ બન્યો લોહિયાળ
આ ભયાનક ઘટના વિજયાપુરા જિલ્લાના ચડચાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ગોવિંદપુર ગામમાં બની છે. જીવ ગુમાવનારા તમામ 6 લોકો ગોવિંદપુર ગામના જ વતની હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ગામમાં રહેતા ‘નિરાલે’ અને ‘ગોલાગી’ પરિવાર વચ્ચે છેલ્લા ઘણા સમયથી જમીનની માલિકી બાબતે મોટો વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસને પ્રબળ આશંકા છે કે આ જૂની અદાવત અને દુશ્મનીનો બદલો લેવા માટે ગોલાગી પરિવારના સભ્યોએ પૂર્વઆયોજિત કાવતરું ઘડીને આ ભયાનક સામૂહિક હત્યાકાંડને અંજામ આપ્યો છે.
મૃતકોના નામ અને પોલીસ કાર્યવાહી(Karnataka)
આ ઘાતકી સામૂહિક હત્યાકાંડમાં ભોગ બનનારા છ લોકોની ઓળખ ચંદુ નિરાલે, દુંદપ્પા નિરાલે, શિવપુત્ર નિરાલે, રાહુલ નિરાલે, સમર્થ નિરાલે અને શબ્બીર નદાફ તરીકે થઈ છે. એકસાથે 6 લોકોની(Karnataka) નિર્મમ હત્યા થતાં જ સમગ્ર પંથકમાં ભારે ગભરાટ અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધીને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ(PM) માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. ઘટના બાદ તમામ આરોપીઓ ગામ છોડીને ફરાર થઈ ગયા હોવાથી હજુ સુધી કોઈની ધરપકડ થઈ શકી નથી. પોલીસે હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શોધખોળ તેજ કરી છે.
આ પણ વાંચો: કર્ણાટકના તુમકુરમાં એકસાથે 35 મોરના મોતથી અરેરાટી, વન વિભાગમાં દોડધામ
આ પણ વાંચો: નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 8 સભ્યોના કરુણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
આ પણ વાંચો: ફરીદાબાદમાં સ્ટેટ લેવલના બેડમિન્ટન પ્લેયર હત્યા, પ્રેમિકાના પરિવારે 3 દિવસ આપ્યું ભયાનક ટોર્ચર
