Sabarkantha News/ ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, લોકોએ 2 ડમ્પરને આગ ચાંપી

સાબરકાંઠાના પ્રાંતિજના પિલુદ્રા નજીક અકસ્માતની દૂર્ઘટના બની રેતી હેરફેર કરતા ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત, સ્થાનિકોમાં રોષ થતા સ્થાનિકોએ પિલુદ્રા નજીક 2 ડમ્પરને આગચંપી કરી.

Top Stories Gujarat Others Breaking News

Sabarkantha News : સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા નજીક એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. રેતી ભરેલા ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષાચાલક સહિત કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ટોળાએ પિલુદ્રા નજીક 2 ડમ્પરને આગ ચાંપી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા નજીક રેતી ભરેલું ડમ્પર પુરપાટ ઝડપે જઈ રહ્યું હતું, ત્યારે અચાનક તેણે રિક્ષાને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને રિક્ષાચાલક સહિત તેમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટોળાએ પિલુદ્રા નજીક 2 ડમ્પરને આગ ચાંપી દીધી હતી અને 5 ડમ્પરના કાચ ફોડી નાખ્યા હતા. લોકોનો ગુસ્સો એટલો ભયંકર હતો કે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પરચાલકને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે રેતી ભરેલા ડમ્પર બેફામ ગતિએ દોડતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. આવા અકસ્માતોને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને ડમ્પરચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

@ Dipaksinh Rathod


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:CCC પરીક્ષા કૌભાંડ મામલે મૌન, GTUએ પરીક્ષા કરી બંધ

આ પણ વાંચો:નોકરીની પરીક્ષા બાદ VVIPના નજીકના લોકોને તક, હાઈકોર્ટે ગણાવ્યું ‘ચોંકાવનારું કૌભાંડ’

આ પણ વાંચો:પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ પકડાયું