PM Modi/ વડાપ્રધાન મોદી 6 માર્ચે ગુજરાતમાં, કેવડિયામાં ડિફેન્સ કોન્ફરન્સમાં રહેશે ઉપસ્થિત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગઈકાલે કોરોના સંક્રમણ માંથી સાજા થયા બાદ સૌપ્રથમ રાજકોટમાં અભિવાદન સભાને સંબોધિત કરી અને ભાજપના

Top Stories Gujarat India
pm 5 વડાપ્રધાન મોદી 6 માર્ચે ગુજરાતમાં, કેવડિયામાં ડિફેન્સ કોન્ફરન્સમાં રહેશે ઉપસ્થિત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. મુખ્યમંત્રી રૂપાણીએ ગઈકાલે કોરોના સંક્રમણ માંથી સાજા થયા બાદ સૌપ્રથમ રાજકોટમાં અભિવાદન સભાને સંબોધિત કરી અને ભાજપના ચૂંટાયેલા ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારે હવે વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.ટેન્ટ સીટી ખાતે યોજાનાર આ કોન્ફરન્સ 3 માર્ચથી 6 માર્ચ સુધી યોજશે. આ કોન્ફરન્સમાં સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓ સામેલ રહેશે.

Cricket / અક્ષર પટેલ બાદ અશ્વિને રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી 400 વિકેટ લેનાર ભારતીય ખેલાડી બન્યો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના પરિણામ બાદ એટલે કે તા.6 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. આ અંગેની મળતી વધુ વિગતો મુજબ કેવડિયામાં આગામી માર્ચ મહિનામાં ત્રિદિવસીય ડિફેન્સ કોન્ફરન્સ મળવાની છે. ટેન્ટ સીટી ખાતે યોજાનાર આ કોન્ફરન્સ 3 માર્ચથી 6 માર્ચ સુધી યોજશે. આ કોન્ફરન્સમાં સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓ સામેલ રહેશે.

RMC / રાજકોટના કોર્પોરેટરોને મળશે માસિક માત્ર 15,000 ભથ્થું તથા વર્ષે રૂ.15 લાખની ગ્રાન્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજર રહેશે અને સેનાના ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓને સંબોધન કરવાના છે. રાજયમાં એક બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે. મનપામાં મળેલી ભવ્ય જીત બાદ ભાજપ નેતાઓ પીએમ મોદીને આવકારવા થનગની રહ્યા છે. તો પાલિકા-નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઇ શકે તેવી સંભાવના વચ્ચે ભાજપમાં ઉત્સાહ છવાયો છે.

RMC / રાજકોટના કોર્પોરેટરોને મળશે માસિક માત્ર 15,000 ભથ્થું તથા વર્ષે રૂ.15 લાખની ગ્રાન્ટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…