પંચમહાલ/ પત્નીની હત્યા કરી જેલમાં ગયેલો કેદી 16 વર્ષે થયો મુકત, જેલમાં કર્યું એવુ કામ કે સન્માનભેર કરાઇ વિદાય

ગોધરા સબ જેલ ખાતે 16 વર્ષની સજા ભોગવી જેલ મુક્ત બંદીવાન ને સન્માન સાથે વિદાઈ આપવામાં આવી..

Gujarat Others
YouTube Thumbnail 2023 11 03T171219.562 પત્નીની હત્યા કરી જેલમાં ગયેલો કેદી 16 વર્ષે થયો મુકત, જેલમાં કર્યું એવુ કામ કે સન્માનભેર કરાઇ વિદાય

@અનસ દાવલા

Panchmahal News:ગોધરા સબજેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના કેદીને સીઆરપીસી કલમ 432 મુજબ રાજ્ય સરકારે વહેલી જેલ મુક્ત કરવાનો હુકમ કરતા ગોધરા સબજેલમાં 16 વર્ષ સુધીની સજા ભોગવી રહેલા કેદીને જેલ મુક્ત કરવામાં આવ્યા હતાં વર્ષ 2005માં ઘોઘંબા તાલુકાના નવાગામે રહેતા રમેશ ઉર્ફે ખેમાભાઇ ઉદેસિંહ રાવળે ઘર કંકાસ થતા આવેશમાં આવી પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી જેની ફરિયાદ  રાજગઢ પોલીસ મથકે નોંધાઇ હતી  પત્નીની હત્યાના ગુનામાં સંડોવાયેલા રમેશ રાવળને કોર્ટે વર્ષ 30 જૂન 2006માં આજીવન કેદની સજા સંભરાવી હતી.

રમેશ વડોદરા જેલમાં હતો  ત્યારે જેલવાસ દરમ્યાન સુથારીકામ શીખ્યો હતો  અને જેલમાં કેદી રમેશભાઇ પોતાની સહી કરતાં પણ શીખ્યો હતો. બાદમાં આજીવન દની સજા ગોધરા સબજેલ ખાતે ભોગવી હતી. રમેશભાઇએ જેલમાં 16 વર્ષનીસજા ભોગવી હતી. જેલ કમિટીના અભિપ્રાય બાદ રાજ્ય સરકાર દ્વારા સીઆરપીસી કલમ 432 મુજબની મળેલી સત્તાની રૂહે પાકા કામના કેદી રમેશભાઇ ઉર્ફે ખેમાભાઇ ઉદેસીંહ રાવળની વહેલી જેલ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

જેથી ગુરૂવારના રોજ ગોધરા સબજેલમાંથી 16 વર્ષની સજા ભોગવી ચુકેલા રમેશભાઇ રાવળને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા જેલમાંથી રમેશભાઇ મુક્ત થતા તેમના પરિવાજનોએ હાર પહેરાવીને મોઢું મીઠું કરાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 પત્નીની હત્યા કરી જેલમાં ગયેલો કેદી 16 વર્ષે થયો મુકત, જેલમાં કર્યું એવુ કામ કે સન્માનભેર કરાઇ વિદાય


આ પણ વાંચો:અજાણ્યા શખ્સ દ્વારા આરટીઓ અધિકારી પર હુમલો

આ પણ વાંચો:સસ્તા અનાજના દુકાનદારોનું આંદોલન સ્થગિત,જનતાના હીતમાં દુકાનદારોનો નિર્ણય

આ પણ વાંચો:વિકલાંગ વ્યક્તિએ કલાકો સુધી પેઇન્ટિંગ કરીને બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો:સુરતની મહિલાએ તૈયાર કરી વુડન રંગોળી, વિદેશમાંથી પણ વધી ડિમાન્ડ