Latest Bhavnagar News/ ભાવનગર આંગણવાડી ખખડધજ, બાળકો ઉપર તોળાતું જોખમ

શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મામાની દેરી નજીક આંગણવાડી આવેલી છે. શાળા પ્રવેશોત્સવના આ સમય દરમ્યાન આંગણવાડીમાં જવા તેમજ આવવા માટેના દાદરો જ ન હોઈ અહીં બાળકોને અવર જવર કરવી ભારે પડી રહી છે.ઉપરાંત આ આંગણવાડી નજીક સફાઈના અભાવે અસહ્ય ગંદકીના થર જામેલા રહે છે. અહીંના સ્થાનિક લોકો ગંદકી અને અવ્યવસ્થા થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Gujarat Others Breaking News

@હિરેન ચૌહાણ
Bhavnagar News: એક તરફ રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ મનાઈ છે ત્યારે શહેર માં ખખડધ્વજ આંગણવાડી નાના નાના ભૂલકાઓના જીવન પર તોળાતુ જોખમ છે. ભાવનગર સહિત સમગ્ર રાજયમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે.સરકાર બાળકો વધુ સારી રીતે ભણી શકે એ માટે યથાયોગ્ય પગલાં પણ ભરી રહી છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મામાની દેરી નજીક આંગણવાડી આવેલી છે.

શાળા પ્રવેશોત્સવના આ સમય દરમ્યાન આંગણવાડીમાં જવા તેમજ આવવા માટેના દાદરો જ ન હોઈ અહીં બાળકોને અવર જવર કરવી ભારે પડી રહી છે.ઉપરાંત આ આંગણવાડી નજીક સફાઈના અભાવે અસહ્ય ગંદકીના થર જામેલા રહે છે. અહીંના સ્થાનિક લોકો ગંદકી અને અવ્યવસ્થા થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માસૂમ બાળકો જ્યા ભણવા જાય તેની નજીક જ અસુવિધાઓ હોય તો બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર પડી રહે છે.આંગણવાડી તેમજ આસપાસ ના વિસ્તારની ગંદકી તેમજ અન્ય સમસ્યાઓ તાકીદે પાલિકા દૂર કરે તેવી રહીશો ની માંગ છે.

સમસ્યા અંગે લોકોએ અનેક રજૂઆતો કરી છે પરંતુ તંત્ર દ્વારા ફક્ત ઠાલા આશ્વાસનો સિવાય કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિકોને મીડિયાનો સહારો છે. ત્યારે સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ પોતાની વ્યથા થલવામાં આવી હતી. તેને લઈને મંતવ્ય ન્યૂઝ ની ટીમ આંગણવાડીમાં રિયાલિટી ચેક કરવા પહોંચી હતી, તો માત્ર ગંદકી નહીં પરંતુ 2020માં નિર્માણ કરવામાં આવેલ આંગણવાડી અંદર થી પણ જર્જરિત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે રહીશો એ પોતાની સમસ્યા મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ પહોંચાડવા માટે મીડિયાકર્મીઓને બોલાવેલા હતા. આ તકે ઉશ્કેરાયેલા આંગણવાડીના મહિલા કર્મચારી દ્વારા મીડિયાકર્મીઓ સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી અપશબ્દો કહ્યા હતા.

એક તરફ સરકાર દ્વારા સારા શિક્ષણની વાત થઈ રહી છે ત્યારે શિક્ષણ નો પાયો ગણાતી આંગણવાડી ની દુર્દશા સામે આવતા ભાવનગર ના પશ્ચિમ જોમાં જર્જરિત અને અનેક મુસીબતોનો સામનો કરતી આંગણવાડી ના આંકડા CDPO પ્રવિણાબેન પંડ્યા પાસેથી લેવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે હાલ તેઓએ ચાર્જ લીધા ને ત્રણ મહિના થયા છે ત્યારે ત્રણ મહિના તેઓએ સર્વે કરતા ભાવનગર પશ્ચિમ ઝોનમાં 142 આંગણવાડી કેન્દ્રો આવેલ છે,  જેમાં 28 કેન્દ્રો પર નળ કનેક્શ સમસ્યા હતી. 67 આંગણવાડી કેન્દ્રો જર્જરિત હોવાથી રિપેરિંગ કરવામાં આવશે. તેમજ કુંભારવાડા આંગણવાડી મુદ્દે તેઓએ સ્થાનિકો પર આક્ષેપો કર્યા હતા. જોકે CDPO સુધી મીડિયા પહોંચે તે પહેલાં 109 આંગણવાડી સંચાલકો એ ટોપલો સ્થાનિકો પર ઢોળ્યો હતો.અપોતાની દાદાગીરી ના કિસા થી દુર રાખ્યા હતા. હવે જોવાનું રહીયું મીડિયા સાથેના ગેરવર્તન માટે અધિકારીઓ પગલાં લેશે કે નહીં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી