Ambaji News/ જગત જનની માં અંબાને 43.51 લાખનો રત્નજડિત સોનાનો મુગટ અર્પણ કરાયો

અંબાજીમાં પ્રાગટ્ય મહોત્સવ પૂર્વે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માં અંબાને 620 ગ્રામ સોનામાં બનાવેલો રૂ. 43.51 લાખ નો રત્નજડિત મુગટ (Gold Crown)અર્પણ.

Top Stories Gujarat Breaking News
Gold Crown

Ambaji News: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મા આરાસુરી અંબાના પ્રાગટ્ય મહોત્સવ પહેલાં ભક્તોની આસ્થા અને ભક્તિનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અમદાવાદ (Ahmedabad) ના જય ભોલે ગ્રુપના સભ્યોએ માતાજીને રૂ. 43.51 લાખની કિંમતનો રત્નજડિત સોનાનો મુગટ અર્પણ કર્યો છે. આ મુગટ (Gold Crown) 620 ગ્રામ શુદ્ધ સોનામાંથી તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં મીનાકારી કારીગરી તેમજ વિવિધ રત્નો જડવામાં આવ્યા છે.આ અર્પણ વિધિ પોષ પૂનમ પૂર્વે યોજાઈ હતી.

શાકંભરી પૂનમે માઈભક્તો દ્વારા મંદિરને મુગટ દાન કરાયો

સોનાના મુગટ (Gold Crown) ની ખાસિયત એ છે કે તેમાં સૂર્યના કિરણો, મોરપીંછ અને સહસ્ત્ર કમળ જેવી શાસ્ત્રોક્ત આકૃતિઓ કંડારવામાં આવી છે. આ ડિઝાઇન શંકરાચાર્ય વિદુષેખર ભારતીજીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. કારીગરોએ આ ભવ્ય મુગટ (Gold Crown) બનાવવા માટે લગભગ 3 મહિનાનો સમય લગાવ્યો હતો.અર્પણ વિધિ દરમિયાન જય ભોલે ગ્રુપના તમામ સભ્યો ઉત્સાહભેર હાજર રહ્યા હતા અને મા અંબાના જયઘોષ વચ્ચે આ મુગટ માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો. આ દાનથી મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ વધુ ગાઢ બન્યો હતો.

અંબાજી મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે અને અહીં મા અંબાની વિશેષ કૃપા માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શને આવે છે અને સોના-ચાંદી તેમજ અન્ય ભેટો અર્પણ કરે છે. જય ભોલે ગ્રુપ અગાઉ પણ માતાજીને સુવર્ણ પાદુકા, ચામર અને શ્રી યંત્ર જેવી ભેટો અર્પણ કરી ચૂક્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજી મંદિરના મહંતનો વિવાદ સર્જનારા મહેશગીરી પોતે જ વિવાદમાં ફસાયા

આ પણ વાંચો: અંબાજી મંદિરના છઠ્ઠા નોરતે ચાચર ચોક ખાતે ભવ્ય મહા આરતી

આ પણ વાંચો: અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરાયું