Ambaji News/ અંબાજી મંદિરમાં નવા વર્ષથી મોટો ફેરફાર: શિખર પર હવે 52 ગજની નહીં, માત્ર 5 મીટરની ધજા ફરકશે

અંબાજી મંદિર (ambaji temple) ના મુખ્ય શિખર પર 52 ગજની ધજાના બદલે હવે મહત્તમ 5 મીટરની જ ધજા ફરકાવવાની મંજૂરી

Gujarat

Ambaji News : ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી યાત્રાધામ ખાતે યાત્રિકોની સુરક્ષા, સુવર્ણ શિખરનું સંરક્ષણ અને ધાર્મિક પરંપરા જાળવવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2026થી અંબાજી મંદિર (ambaji temple)ના મુખ્ય શિખર પર 52 ગજની ધજાના બદલે હવે મહત્તમ 5 મીટરની જ ધજા ફરકાવવાની મંજૂરી રહેશે.

અંબાજી મંદિર (ambaji temple) નો 15 વર્ષ જૂનો ધ્વજદંડ બન્યો ચિંતાનો વિષય

અંબાજી મંદિર (ambaji temple)ના શિખર પર આવેલો ધ્વજદંડ અંદાજે 15 વર્ષ જૂનો થઈ ગયો છે. ટેકનિકલ નિષ્ણાતોની તપાસમાં જાણવા મળ્યું કે રજાઓ અને મોટા તહેવારો દરમિયાન એકસાથે 50થી 60 જેટલી ધજાઓ ચઢાવવામાં આવે છે. વિવિધ કદ અને ભારે વજનની ધજાઓના કારણે ધ્વજદંડને નુકસાન થવાની તેમજ કોઈ અણધારી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને ધજાની લંબાઈ મર્યાદિત કરવાનો નિર્ણય લેવાયો છે.

સુવર્ણ શિખરને થતો ઘસારો અને ધાર્મિક લાગણી

સુવર્ણ શિખરને થતો ઘસારો અને ધાર્મિક લાગણી

મંદિર વહીવટદારે નોંધ્યું હતું કે અત્યંત લાંબી ધજાઓ પવનના વેગથી લહેરાતા શિખર પરના સુવર્ણ કવચને ઘસારો પહોંચે છે. સાથે જ 52 ગજ (આશરે 47.55 મીટર) અથવા તેનાથી લાંબી ધજાઓ જમીન સુધી પહોંચી જતી હોવાથી યાત્રિકોના પગમાં આવતી હતી, જેના કારણે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતી હતી. શાસ્ત્રોક્ત મર્યાદા જાળવવા માટે આ ફેરફાર જરૂરી બન્યો હતો.

ભટ્ટજી મહારાજ અને વહીવટી તંત્રનો સંયુક્ત નિર્ણય

ભટ્ટજી મહારાજ અને વહીવટી તંત્રનો સંયુક્ત નિર્ણય

આ નિર્ણય પહેલાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, મંદિરના વહીવટદાર કૌશિક મોદી, ધાર્મિક વિદ્વાનો અને અંબાજી મંદિર  (ambaji temple) નાં  ભટ્ટજી મહારાજ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. ભટ્ટજી મહારાજના શાસ્ત્રોક્ત અભિપ્રાય અને ટેકનિકલ કન્સલટન્ટના રિપોર્ટના આધારે સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે હવે શિખર પર વધુમાં વધુ 5 મીટરની જ ધજા ચઢાવવામાં આવશે.

અંબાજી મંદિર (ambaji temple) માં મોટી ધજાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા

જો કોઈ શ્રદ્ધાળુ માનતા અથવા શ્રદ્ધા અનુસાર 5 મીટરથી વધુ લંબાઈની અથવા 52 ગજની ધજા લાવશે, તો તેને પરંપરા મુજબ માતાજીના ચરણોમાં અર્પણ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. જોકે, સુરક્ષાના કારણોસર આવી ધજાઓને અંબાજી મંદિર (ambaji temple) ના મુખ્ય શિખર પર ચઢાવવામાં નહીં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજી મંદિરના મહંતનો વિવાદ સર્જનારા મહેશગીરી પોતે જ વિવાદમાં ફસાયા

આ પણ વાંચો: અંબાજી મંદિરના છઠ્ઠા નોરતે ચાચર ચોક ખાતે ભવ્ય મહા આરતી

આ પણ વાંચો: અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરાયું