Not Set/ 22 જુલાઇએ ફરી લોન્ચ થશે મીશન ચંદ્રાયાન 2

શ્રીહરિકોટા, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન 2ને ટેકનીકલ કારણોસર સ્થગિત કરવામાં આવ્યો હતો.જો કે હવે ચંદ્રયાન-2ને 22મી જુલાઈના રોજ લોન્ચ કરાશે. મહત્વનું છે કે આ વખતે ચંદ્રયાનને બપોરે 2:43 મિનિટે લોન્ચ કરવામાં આવશે. આ પહેલા 15મી જુલાઈએ તેને લોન્ચ કરવાનું હતું . ચન્દ્રયાન-૨ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. […]

Top Stories India

શ્રીહરિકોટા,

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન 2ને ટેકનીકલ કારણોસર સ્થગિત કરવામાં આવ્યો હતો.જો કે હવે ચંદ્રયાન-2ને 22મી જુલાઈના રોજ લોન્ચ કરાશે. મહત્વનું છે કે આ વખતે ચંદ્રયાનને બપોરે 2:43 મિનિટે લોન્ચ કરવામાં આવશે.

આ પહેલા 15મી જુલાઈએ તેને લોન્ચ કરવાનું હતું . ચન્દ્રયાન-૨ને સોમવારના દિવસે વહેલી પરોઢે લોંચ કરવાની યોજના તૈયાર હતી. જો કે છેલ્લી ઘડીએ ટેકનિકલ ખામી સર્જાતા આ લોંચને રોકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ચંદ્રયાન 2નું મીશન અચાનક કેમ અટક્યું તે અંગે ઇસરોના વૈજ્ઞાનિકો ખુલાસા કર્યા હતા.

વૈજ્ઞાનિકે માહિતી આપતા કહ્યુ છે કે રોકેટના ક્રાયોજનીક એન્જીનમાં આવેલી હિલેનીયમ ગેસની બોટલના જોઇન્ટમાં લીકેજ થવાને કારણે ટેકનીકલ સમસ્યા સર્જાઇ હતી.

ઇસરોના સુત્રોએ જણાવ્યું કે એન્જિનિયર્સ ખરાબીને ઠીક કરી રહ્યા છે અને સ્પેસ એજન્સી બે શિડ્યુલ પર ધ્યાન આપી રહી છે. અગાઉ એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી હતી કે, રવિવારે બપોરે તેને લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, ઈસરોએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને 22 જુલાઈની તારીખ નક્કી કરી દીધી છે.

ઈસરોએ લોન્ચિંગની તારીખ 22 જુલાઈ જાહેર કરવાની સાથે ચંદ્રયાન-2ને લઈને લોકોમાં રહેલી ઉત્કંઠાને જોતા ટ્વીટર પર લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.

ચંદ્રયાન-2નું વજન 3290 કિલોગ્રામ રહેશે. કાર્યક્રમ મુજબ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તેનું ઓર્બિટર, લેન્ડરથી અલગ થઇ જશે. ત્યારબાદ લેન્ડર ચંદ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. સાઉથ પોલની જમીન ખુબ જ સોફ્ટ રહેલી છે જેથી રોવરને મુવ કરવામાં સરળતા રહેશે. રોવરમાં છ ટાયર લાગેલા છે જેનું વજન ૨૦ કિલો છે. રોવર અને ઓર્બિટરમાં અનેક સંવેદનશીલ અતિ આધુનિક સાધનો છે જેમાં કેમેરા અને સેન્સર્સ છે. રોવર પણ અતિઆધુનિક સાધનોથી સજ્જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.