Not Set/ CBI ધમાસાણ : આલોક વર્માની પીટીશન પર આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

નવી દિલ્હી, લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરાશે. CBIના ટોચના ઓફિસર આલોક વર્માને રજા પર ઉતારવા તેમજ તેઓના અધિકાર પાછા લેવાને લઈ કેન્દ્રની મોદી સરકારના નિર્ણય વિરુધ વર્મા દ્વારા કરાયેલી પીટીશન પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય […]

India Trending
alok varma CBI ધમાસાણ : આલોક વર્માની પીટીશન પર આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

નવી દિલ્હી,

લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી હાથ ધરાશે.

CBIના ટોચના ઓફિસર આલોક વર્માને રજા પર ઉતારવા તેમજ તેઓના અધિકાર પાછા લેવાને લઈ કેન્દ્રની મોદી સરકારના નિર્ણય વિરુધ વર્મા દ્વારા કરાયેલી પીટીશન પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી શકે છે.

65923 midblqrdnh 1503593014 2 1 CBI ધમાસાણ : આલોક વર્માની પીટીશન પર આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી

અત્રે ઉલ્લેખનીય છે કે, CBIના ટોચના ડાયરેક્ટર આલોક વર્મા અને નંબર ૨ ઓફિસર રાકેશ અસ્થાના વચ્ચે શરુ થયેલા ઘમાસાણ બાદ સરકાર દ્વારા ગત વર્ષે ૨૩ ઓક્ટોબરના રોજ બંને અધિકારીઓને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એમ નાગેશ્વરને અસ્થાયી રૂપે CBIના નિર્દેશક બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા ગત વર્ષે ૬ ડિસેમ્બરના રોજ આલોક વર્માની પીટીશન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં વર્મા, કેન્દ્ર સરકાર, CVC (ચીફ વિજીલન્સ કમિશન) અને અન્યની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.

આ ઉપરાંત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ કે એમ જોસેફની ખંડપીઠ દ્વારા CBIની ગરિમા બનાવી રાખવાના હેતુથી CVCને એજન્સીના અધિકારીઓ પર લગાવેલા આરોપોની તપાસ બે સપ્તાહમાં પૂરી કરીને પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં આપવા માટે નિર્દેશ આપ્યો હતો.

શું છે આ મામલો ?

મહત્વનું છે કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના ટોચના બે ઓફિસર આલોક વર્મા અને રાકેશ અસ્થાના દ્વારા એકબીજા પે ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવી ચુક્યા છે. ત્યારબાદ કેન્દ્રની મોદી સરકાર દ્વારા આ બંને અધિકારીઓને રજા પર ઉતારી તેઓબા તમામ અધિકાર પાછા લઈ લીધા હતા, ત્યારથી જ આ મામલો કોર્ટમાં પહોચ્યો છે.