Rapidx/ દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને ‘નમો ભારત’નું અપાયું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (20 ઓક્ટોબર, 2023) દેશની પ્રથમ RapidX મેટ્રોનું ઉદઘાટન કર્યુ છે. દેશની આ સેમી હાઇસ્પીડ ટ્રેન સર્વિસને નમો ભારતનું નામ આપવામાં આવ્યું છે.

India Trending
Namo Bharat દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને 'નમો ભારત'નું અપાયું નામ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (20 ઓક્ટોબર, 2023) દેશની પ્રથમ RapidX મેટ્રોનું ઉદઘાટન કર્યુ છે. દેશની આ સેમી હાઇસ્પીડ ટ્રેન સર્વિસને નમો ભારતનું નામ આપવામાં આવ્યું છે.  શનિવારથી સામાન્ય નાગરિકો તેમાં મુસાફરી કરી શકશે. PM મોદી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS (પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) કોરિડોરના 17 કિલોમીટરના પટ્ટાનું ઉદઘાટન કર્યુ છે. સાહિબાબાદથી દુહાઈ ડેપો સ્ટેશન સુધીના ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. મેટ્રો શરૂ થવાથી મુસાફરો સાહિબાબાદથી દુહાઈ ડેપો સ્ટેશનનું અંતર માત્ર 12 મિનિટમાં કાપી શકશે. દિલ્હીથી મેરઠ સુધીનો આખો કોરિડોર 82 કિલોમીટર લાંબો હશે, તેમાં કેટલા સ્ટેશન હશે, કયા કોરિડોર હશે અને મેટ્રોની સરખામણીમાં રેપિડએક્સનું ભાડું સસ્તું છે કે મોંઘું, શું છે સ્પીડ, જાણો.

RRTS મેટ્રોને નમો ભારત તરીકે ઓળખવામાં આવશે

નવી પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) ટ્રેનો ‘નમો ભારત’ તરીકે ઓળખાશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને 20 ઓક્ટોબરે રાષ્ટ્રને સમર્પિત કરશે. દેશની પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ નમો ભારત તરીકે ઓળખાશે.

Namo bharat 2 દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને 'નમો ભારત'નું અપાયું નામ

20 કિલોમીટરની મુસાફરી માત્ર 12 મિનિટમાં

રેપિડ એક્સ ટ્રેન શરૂ થવાથી મુસાફરોને ઘણી રાહત મળવાની છે. તે સાહિબાબાદથી દુહાઈનું 20 કિલોમીટરનું અંતર માત્ર 12 મિનિટમાં કાપશે. હાલમાં આ અંતરને રોડ માર્ગે કાપવામાં 35 મિનિટનો સમય લાગે છે. આનો અર્થ એ થયો કે જ્યાં લોકોને સાહિબાબાદ અને દુહાઈ પહોંચવામાં અડધા કલાકથી વધુ સમય લાગતો હતો, હવે તે અડધાથી પણ ઓછા સમયમાં તેઓ યાત્રા પૂર્ણ કરી શકશે.

કયા સ્ટેશનો હશે?

દિલ્હી અને ઉત્તર પ્રદેશને જોડતા આ 82 કિલોમીટર લાંબા કોરિડોરમાં કુલ 16 સ્ટેશન અને 9 વધારાના સ્ટેશન હશે. પ્રથમ તબક્કામાં RapidX રેલ માત્ર 5 સ્ટેશનો માટે દોડશે. આ 16 સ્ટેશનો છે – સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુધર, દુહાઈ, દુહાઈ ડેપો, મુરાદ નગર, મોદી નગર દક્ષિણ, મોદી નગર ઉત્તર, મેરઠ દક્ષિણ, પરતાપુર, રેથાની, શતાબ્દી નગર, બ્રહ્મપુરી, મેરઠ મધ્ય, ભેંસલી, બેગમપુલ, MES કોલોની, દૌરલી , મેરઠ ઉત્તર, મોદીપુરમ, મોદીપુરમ અને મોદીપુરમ ડેપો સ્ટેશન. હાલમાં, મેટ્રો માત્ર સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુધર, દુહાઈ અને દુહાઈ ડેપો સ્ટેશન વચ્ચે દોડશે.

Rapidx 2 1 દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને 'નમો ભારત'નું અપાયું નામ

પ્રથમ તબક્કામાં કેટલું કામ થયું, ક્યાંથી ક્યાં સુધી

પ્રથમ તબક્કામાં, 17 કિલોમીટર લાંબા કોરિડોર પર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં સાહિબાબાદ, ગાઝિયાબાદ, ગુધર, દુહાઈ અને દુહાઈ ડેપો સ્ટેશનનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આ વિભાગનું ઉદ્ઘાટન કરશે અને શનિવાર (21 ઓક્ટોબર, 2023) થી મેટ્રો સામાન્ય લોકો માટે કાર્યરત થશે. આ પછી, મુસાફરોની મુસાફરી ખૂબ જ સરળ બની જશે અને તેઓ માત્ર 12 મિનિટમાં 17 કિલોમીટરનું અંતર કાપશે.

આગળ કયા તબક્કામાં કામ થશે?

પ્રથમ તબક્કામાં ત્રણ છે – દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર, દિલ્હી-ગુરુગ્રામ-એસએનએબી-અલવર કોરિડોર અને દિલ્હી-પાનીપત કોરિડોર, જેમાંથી ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર પૂર્ણ થઈ ગયો છે. બીજા તબક્કામાં દિલ્હી-ફરીદાબાદ-બલ્લબગઢ-પલવલ કોરિડોર, ગાઝિયાબાદ-ખુર્જા કોરિડોર, દિલ્હી-બહાદુરગઢ-રોહતક કોરિડોર, ગાઝિયાબાદ-હાપ્પુર કોરિડોર અને દિલ્હી-શાહદરા-બરૌત કોરિડોર બનાવવામાં આવનાર છે.

Rapidx 3 1 દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને 'નમો ભારત'નું અપાયું નામ

ક્યાં જવા માટે ટિકિટની કિંમત કેટલી છે?

RapidX મેટ્રોના સ્ટાન્ડર્ડ ક્લાસ માટે લઘુત્તમ ભાડું 20 રૂપિયા અને મહત્તમ ભાડું 50 રૂપિયા હશે. સ્ટાન્ડર્ડ ક્લાસમાં ગાઝિયાબાદ સુધી 30 રૂપિયા, ગુલધર સુધી 30 રૂપિયા, દુહાઈ સુધી 40 રૂપિયા અને દુહાઈ ડેપો સુધી 50 રૂપિયાનું ભાડું હશે. જ્યારે પ્રીમિયમ વર્ગમાં લઘુત્તમ ભાડું 40 રૂપિયા અને મહત્તમ 100 રૂપિયા હશે. ગાઝિયાબાદ સુધી ટિકિટની કિંમત 60 રૂપિયા, ગુલધર સુધી 60 રૂપિયા, દુહાઈ સુધી 80 રૂપિયા અને દુહાઈ ડેપો સુધી 100 રૂપિયા છે. UPI દ્વારા ટિકિટ ખરીદવાની પણ સુવિધા હશે. આ સિવાય ટિકિટ વેન્ડિંગ મશીન અને ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકાશે. અથવા તમે ઓનલાઈન અથવા RapidX Connect મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ટિકિટ ખરીદી શકો છો.

મેટ્રો કરતાં રેપિડ રેલ કેટલી ઝડપી હશે?

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ હાઇ-સ્પીડ અને હાઇ-ફ્રિકવન્સી ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. NCRTC મુજબ, ટ્રેનની ડિઝાઇન સ્પીડ 180 કિમી પ્રતિ કલાક, ઓપરેશનલ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક અને સરેરાશ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે. એટલે કે તે ટ્રેક પર 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને સરેરાશ ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

100 કિલોમીટરની મુસાફરીમાં કેટલો સમય લાગશે?

રેપિડ મેટ્રો પાટા પર એટલી ઝડપથી દોડે છે કે મુસાફરો માત્ર 60 મિનિટમાં 100 કિલોમીટરનું અંતર કાપી શકશે. તેની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક હશે, જેથી મુસાફરો દિલ્હી અને મેરઠ વચ્ચે થોડી જ મિનિટોમાં મુસાફરી કરી શકશે.

Rapidx 4 1 દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને 'નમો ભારત'નું અપાયું નામ

દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ સિવાય અન્ય ક્યાં કોરિડોર બનાવવામાં આવી રહ્યા છે?

આ પ્રોજેક્ટ હેઠળ કુલ 8 કોરિડોર બનાવવામાં આવનાર છે. તેમાંથી, પ્રથમ તબક્કામાં ત્રણ કોરિડોર બનાવવામાં આવનાર છે – દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોર, દિલ્હી-ગુરુગ્રામ-એસએનએબી-અલવર કોરિડોર, દિલ્હી-પાનીપત કોરિડોર. બાકીના કોરિડોર જે પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવશે તેમાં દિલ્હી-ફરીદાબાદ-બલ્લબગઢ-પલવલ કોરિડોર, ગાઝિયાબાદ-ખુર્જા કોરિડોર, દિલ્હી-બહાદુરગઢ-રોહતક કોરિડોર, ગાઝિયાબાદ-હાપુર કોરિડોર અને દિલ્હી-શાહદરા-બરૌત કોરિડોર છે.

પાર્કિંગ સુવિધાઓ

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના તમામ સ્ટેશનો પર પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. સ્ટેશનના જ એન્ટ્રી અને એક્ઝિટ પર પાર્કિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જ્યાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાર્ક કરવા માટે પૂરતી સુવિધા છે. વાહનોના હિસાબે પાર્કિંગની ફી પણ બદલાશે.

Rapidx 1 1 દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને 'નમો ભારત'નું અપાયું નામ

એક સાથે 1700 લોકો મુસાફરી કરી શકશે

રેપિડએક્સ ટ્રેનમાં કુલ 6 કોચ છે, જેમાં એક સમયે 1700 મુસાફરો બેસીને અને ઉભા રહીને મુસાફરી કરી શકે છે. સ્ટાન્ડર્ડ કોચમાં કુલ 72 સીટો અને પ્રીમિયમ કોચમાં 62 સીટો છે. દરેક ટ્રેનમાં એક કોચ મહિલાઓ માટે આરક્ષિત હશે, જે પ્રીમિયમ કોચ પછી બીજો કોચ હશે. દિલ્હીથી મેરઠ તરફનો પહેલો કોચ અને મેરઠથી દિલ્હી તરફનો છેલ્લો કોચ પ્રીમિયમ હશે. પ્રીમિયમ કોચમાં કોટ હૂક, મેગેઝિન હોલ્ડર અને ફૂટરેસ્ટ જેવી સુવિધાઓ હશે. કોચમાં લેપટોપ અને મોબાઈલ ચાર્જિંગની સુવિધા હશે. લગેજ રેક અને ડાયનેમિક રૂટ મેપ હશે. તમામ સ્ટેશનો અને કોચમાં સીસીટીવી સર્વેલન્સ પણ રાખવામાં આવશે.

મેટ્રો સમય

RapidX ટ્રેનો સવારે 6 વાગ્યાથી દોડવાનું શરૂ થશે અને 11 વાગ્યા સુધી ચાલશે. બે RapidX મેટ્રો વચ્ચે 15 મિનિટનું અંતર હશે. એટલે કે મુસાફરોને દર 15 મિનિટે RapidX મેટ્રો મળશે. દરેક સ્ટેશન પર ગ્રાહક સુવિધા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને હેલ્પલાઇન નંબર 08069651515 દ્વારા RapidX સેવા કેન્દ્રનો પણ સંપર્ક કરી શકાય છે.


whatsapp ad White Font big size 2 4 દેશની સૌપ્રથમ સેમી હાઇસ્પીડ રેલ્વે સર્વિસને 'નમો ભારત'નું અપાયું નામ


 

આ પણ વાંચોઃ Virat Achievements/ વર્લ્ડ કપમાં સદી સાથે વિક્રમોની અનોખી વણઝાર રચતો કોહલી

આ પણ વાંચોઃ Chandrayaan 3/ ISRO ચીફ એસ સોમનાથે ‘પ્રજ્ઞાન રોવર’ને લઈને આપ્યું મોટું અપડેટ

આ પણ વાંચોઃ Child Drowned/ અમરેલી: ખાંભાના સમઢીયાળ ગામમાં ડૂબતા પુત્રને બચાવવા જતા પિતા-પુત્રીના થયા મોત