Banaskantha News: થરા વિસ્તારમાં આવેલા જાગીર મઠ સાથે (Jagir Math Kidnapping Case) સંકળાયેલા અપહરણ અને મારપીટના કેસને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મામલે ચૌધરી સમાજના આગેવાનો અને સભ્યોએ પાલનપુર સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક (SP) કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી. સમાજે ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવા અને ગુનાની ગંભીર કલમો લાગુ કરવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, 11 જુલાઈએ પાટણ જિલ્લાના દાદર ગામના રહેવાસી અરજણ ચૌધરીનું અપહરણ (Patan Kidnapping Case) કરીને તેમને થરા વિસ્તારમાં આવેલા જાગીર મઠ સુધી લઈ જવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ફરિયાદીનો દાવો છે કે ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી.ઘટના બાદ પીડિતે પોલીસ સમક્ષ લેખિત (Thara Jagir Math Controversy) અરજી આપી હતી. જોકે, બાદમાં નોંધાયેલી FIRમાં પાંચ નામજોગ અને છ અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.
ચૌધરી સમાજે શું ઉઠાવ્યા સવાલો?
ચૌધરી સમાજનું (Chaudhary Samaj Protest) કહેવું છે કે પીડિતે પોતાની મૂળ અરજીમાં જે વિગતો આપી હતી, તે મુજબ ફરિયાદ નોંધાઈ નથી. સમાજના આગેવાનોએ આરોપ મૂક્યો કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં સામેલ કરવામાં આવ્યું નથી, જેના કારણે તપાસની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
SPને સોંપ્યું આવેદનપત્ર
સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને ((Jagir Math Kidnapping Case)) આવેદનપત્ર આપીને પીડિતની મૂળ અરજીના આધારે ફરિયાદમાં સુધારો કરવાની માંગ કરી છે. સાથે જ અપહરણ, લૂંટ, મારપીટ અને ધમકી સહિતની સંબંધિત કલમો ઉમેરવાની પણ માંગ કરવામાં આવી છે.
આંદોલનની ચેતવણી, પોલીસ તપાસ પર સૌની નજર
સમાજના આગેવાનોનું કહેવું છે કે જો યોગ્ય કાર્યવાહી (Chaudhary Samaj Protest) નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે નિર્દોષ વ્યક્તિને સજા ન થવી જોઈએ, પરંતુ જો કોઈ દોષિત હોય તો તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ.હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસ તરફથી તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: બનાસકાંઠા: પ્રેમી સાથે પકડાયા બાદ પતિના મોતનું કથિત કાવતરું, પત્ની સહિત 3 ઝડપાયા
આ પણ વાંચો: બનાસકાંઠા: દાંતા સિવિલ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયરી ડેટની બોટલ ચડાવવાનો વિવાદ, તપાસના આદેશ
આ પણ વાંચો: બનાસકાંઠામાં ATSની મોટી કાર્યવાહી: ભાગળ ગામે પહોંચી 3 આરોપીઓ સાથે રીકન્સ્ટ્રક્શનની કવાયત, JeM કેસની તપાસ તેજ
