બનાસકાંઠાના લાખણી પાસે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અક્સમાત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં લાખણીના લાલપુર ગામના ત્રણ લોકોને ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.ઘટના અંગેની જાણ પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર લાલપુર અને ગેળા વચ્ચેના પુલ પાસે લક્ઝરી બસ અને બાઈકનો અક્સમાત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે ત્રણ ભાઈઓને કાળ આંબી ગયો હતો. લક્ઝરી બસની સાથે બાઈકની જોરદાર ટક્કર થતા ઘટનાસ્થળે જ ત્રણેયના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા.

લકઝરી બસ જીજે 8 ઝેડ 5469 અને બાઈક જીજે 6 ડીએફ 3317 સામસામે ટક્કર થતાં આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાવ હતો કે એક તબક્કો મૃતદેહોને જોતા કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ બાબતે પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાયું છે.મૃતક ત્રણેય ભાઈઓ લાલપુર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. અને તેઓ તાલુકા મથકે કોઈ કામઅર્થે જઈ રહ્યા હતા.
મૃતકના નામ
1) રમેશભાઈ લાધાભાઈ પ્રજાપતિ
2) જિગરભાઈ લાધાભાઈ પ્રજાપતિ
3)મુકેશભાઈ લાધાભાઈ પ્રજાપતિ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
