Not Set/ વડોદરાના આ વિસ્તારમાં ઝડપાયું કુટણખાનું, 7 યુવતી સાથે 12.5 વર્ષની બાળકી પણ શામેલ

શહેરના વાઘોડિયા રોડ પરના એક કોમ્પલેક્સમાંથી કુટણખાનું ઝડપાયું છે, જેમાં 7 યુવતીઓ ઝડપાઈ છે. જો કે આ કુટણખાનાની સૌથી ચોકાવનારી બાબત….

Gujarat Vadodara
કુટણખાનું

રાજ્યભરમાંથી સામે આવી રહેલા સેક્સ સ્કેન્ડલની વચ્ચે વડોદરામાંથી પણ એક કુટણખાનું સામે આવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ, શહેરના વાઘોડિયા રોડ પરના એક કોમ્પલેક્સમાંથી કુટણખાનું ઝડપાયું છે, જેમાં 7 યુવતીઓ ઝડપાઈ છે. જો કે આ કુટણખાનાની સૌથી ચોકાવનારી બાબત એ છે કે, આ 7  યુવતીઓ સાથે એક સાડા બાર વર્ષની એક બાળકી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :પાણીના ટેન્કરોમાં લગાવેલી જીપીઆરએસ સિસ્ટમનું મોનીટરીંગ કરવા આદેશ કરાયો

બીજી બાજુ એ પણ આશંકા સેવાઈ રહી છે કે, આ 12.5 વર્ષની બાળકીના સામે આવ્યા બાદ બાળકીના તેના પિતાએ જ દેહ વિક્રયના ધંધામાં ધકેલી હોવાની વિગતો સામે આવતા પોલીસે બાળકીના પિતા, દલાલ અને ગ્રાહક સામે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠલ ગુનો દાખલ કરીને પિતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :અમદાવાદના આ વિસ્તારમાંથી દૂર કરાયો કચરાનો ઢગલો, કરોડો રૂ.ના ખર્ચે કરાઈ કાયાપલટ

આ અંગે મળેલી વિગતો મુજબ, PCBને વડોદરા વાઘોડિયા રોડ ઉપર સનરાઇઝ કોમ્પલેક્ષમાં એક યુવતી કુટણખાનું ચલાવતી હોવાની બાતમી મળી હતી, આ બાતમીના આધારે રેડ કરતા કુટણખાનું ચલાવનાર માસ્ટરમાઈન્ડ મહિલા સહિત 7 યુવતીઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. જેથી પોલીસે તમામની અટકાયત કરીને પોલીસે રેપનો ગુનો અને પોક્સો હેઠળ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની મોટી બેઠક, ગુજરાત કોંગ્રેસનું નામ નક્કી થવાની પુરી સંભાવનાઓ

આ પણ વાંચો :વડોદરામાં બની મોટી ઘટના, નિંદ્રાધીન માતાની બાજુમાંથી 6 દિવસનું બાળક થયું ગુમ

આ પણ વાંચો :સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31 મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરાશે