દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
કાળી ચૌદસ-૨૦૨૫
Dharma & Bhakti: દિવાળી હિન્દુ ધર્મના સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. પાંચ દિવસના આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. દિવાળી આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને નરક ચૌદસ, રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો.
દિવાળીના એક દિવસ પહેલા છોટી દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસને નરક ચૌદસ, રૂપ ચૌદસ અથવા કાળી ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પવિત્ર દિવસે દસ મહાવિદ્યાઓમાંની એક, મા કાલીનું પૂજન કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે મા કાલીની પૂજા કરવાથી ભક્તોને દુષ્ટ શક્તિઓ સામે લડવાની શક્તિ મળે છે અને તેઓ તમામ પ્રકારની નકારાત્મકતાથી સુરક્ષિત રહે છે. આ તહેવારને નરક ચતુર્દશી, ભૂત ચતુર્દશી અને રૂપ ચૌદસ જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે.
કાળી ચૌદસનો દિવસ મા કાલીની પૂજા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ભક્તો આ દિવસે માનસિક અને શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મેળવવા માટે પૂજા-અર્ચના કરે છે. આ તહેવાર નવી શરૂઆત કરવા માટે પણ ઉત્તમ માનવામાં આવે છે. જાણો આ વર્ષે કાળી ચૌદશની સાચી તારીખ અને પૂજાનો શુભ મુહૂર્ત.
કાળી ચૌદસ ક્યારે મનાવવામાં આવશે?
દર વર્ષે કાળી ચૌદસ આસો વદ ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી દુર્ગાના કાલી સ્વરૂપની ઉત્પતિ આ દિવસે થઇ હતી. તેથી આ દિવસે મા કાલીની પૂજા કરવાની વિશેષ જોગવાઈ છે.આ વર્ષે ચૌદસ તિથિ ૧૯ઓક્ટોબરના રોજ બપોરે ૦૧:૫૧વાગ્યે શરૂ થશે અને ૨૦ઓક્ટોબરના રોજ બપોરે ૦૩:૪૪વાગ્યે સમાપ્ત થશે.
કેલેન્ડર મુજબ કાળી ચૌદસ ૧૯ઓક્ટોબરને રવિવારના રોજ ઉજવવામાં આવશે.
કાળી ચૌદસના મુહૂર્ત
કાળી ચૌદસ (નિશિતા મુહૂર્ત) – ૧૧:૫૭પી.એમથી ૧૨:૪૭એ.એમ, ઓક્ટોબર ૨૦ (સમયગાળો – ૦૦ કલાક ૫૦ મિનિટ)
બ્રહ્મ મુહૂર્ત: સવારે ૦૪:૫૬એ.એમથી ૦૫:૪૫એ.એમ
અભિજિત મુહૂર્ત: સવારે ૧૧:૫૯એ.એમથી ૧૨:૪૫પી.એમ
વિજય મુહૂર્ત: બપોરે ૦૨:૧૮પી.એમથી ૦૩:૦૪પી.એમ
સર્વાર્થ સિદ્ધિ યોગ: આખો દિવસ
અમૃત સિદ્ધિ યોગ: સાંજે ૦૫:૪૯પી.એમથી ૨૦ ઓક્ટોબરના રોજ સવારે ૦૬:૩૫એ.એમસુધી
આ દિવસે અભ્યંગ સ્નાનનું શુભ મુહૂર્ત સવારે ૦૪:૫૬થી ૦૬:૦૮
૧૯ઓક્ટોબરની રાત્રે ૧૧ : ૪૧થી રાત્રે ૧૨:૩૧સુધી દીપદાન માટે શુભ મુહૂર્ત છે. આ દિવસે દીપદાન કરવાથી વ્યક્તિને નર્કના દુઃખમાંથી મુક્તિ મળે છે.
કાળી ચૌદસની પૂજાવિધિ
સૌ પ્રથમ, પૂજા સ્થળ અને મંદિરને સાફ કરીને ગંગાજળનો છંટકાવ કરો.
ત્યારબાદ મા કાલીની પ્રતિમાને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવો.
દીવો પ્રગટાવીને દેવીને અર્ધ્ય અર્પણ કરો.
મા કાલીને ફૂલ, મીઠાઈ અને અન્ય પૂજા સામગ્રી ચઢાવો.
દેવી કાલીના મંત્રોનો જાપ કરો અને તેમની આરતી ઉતારો.
પૂજાના અંતે, પ્રસાદ વહેંચો અને જાતે પણ ગ્રહણ કરો.
કાળી ચૌદસની પૂજા સામગ્રી
કાળી ચૌદસની પૂજા માટે ગાયનું ઘી, ધૂપ, ગંગાજળ, દીવો, લાલ કપડો, રૂઈ, પૂજાની થાળી, કળશ, માળા, કપૂર, અગરબત્તી, પુષ્પો અને ફૂલોની માળ જેવી સામગ્રીની જરૂર પડે છે. આ પછી તેના પર ભગવાન હનુમાનની મૂર્તિ સ્થાપિત કરો. ભગવાનને હલવો અર્પણ કરો.
કાળી ચૌદસની પૂજા મંત્ર
ૐ હં હનુમતે નમ:’
હનુમાન ભગવાનને સમર્પિત આ નાનો મંત્ર ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે.
હનુમાન ચાલીસાનો પાઠ કરો.
રામ રક્ષા સ્ત્રોત્રનો પાઠ કરવો.
કાળી ચૌદસનીશું કરવું?
તેલ માલિસ
કાળી ચૌદસના દિવસે સવારના સમયે તેલ માલિસ કરાવ્યા બાદ સ્નાન કરી લેવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે તેલમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે. એવામાં તમે પણ તેલ માલિક કરીને સ્નાન જરૂર કરો. તેનાથી માતા લક્ષ્મીનો આશિર્વાદ તમને મળશે.
યમનો દિવો
કાળી ચૌદસની રાત્રે યમનો દિવો કરવો જોઈએ. દક્ષિણ દિશામાં યમનો દિવો કરીને રાખો. તેનાથી અકાળ મૃત્યુનો ડર દૂર થાય છે.
કાળી માતાની પૂજા
આ દિવસે વિશેષ મા કાળીની પૂજા કરવામાં આવે છે. તેનાથી બધા કષ્ટ, મુશ્કેલીઓ દૂર થાય છે. બધી ઈચ્છાઓની પૂર્તિ માતા કાળી કરે છે.
ભંગાર કે કચરો કરો બહાર
જુની વસ્તુઓ, ફાટેલા કપડાં, ફાટેલા જુના ચપ્પલ, ફર્નીચર વગેરેને ન કાઢ્યું હોય તો કાળી ચૌદસ પર જરૂર તેને ઘરમાંથી બહાર કાઠી નાખો. જે સ્થાન પર અંધારૂ હોય ત્યાં રોશની કરો. તેનાથી માતા લક્ષ્મીનું આગમન તમારા ઘરમાં જરૂર થશે. તમારા ઘરમાં ધન-ધાન્યની કમી નહીં થાય. પ્રગતિ થશે.
ધન ટકે તે માટે કરો આ ઉપાય
કાળી ચૌદસના દિવસે કંકુ, ગુલાબના ફૂલ, લાલ ચંદનની પૂજા કરી તેને એક લાલ રંગના વસ્ત્રમાં બાંધીને રાખો. તેને ઘરની તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થશે.
આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…
આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
